નવી દિલ્હીઃ પાછલા સપ્તાહે દેશની ટોપ-10 ડોમેસ્ટિક કંપનીઓમાંથી 7નું માર્કેટ કેપ (Market Cap) સંયુક્ત રૂપથી 86,879.7 કરોડ રૂપિયા ઘટી ગયું છે. FMCG કંપની આઈટીસીનું માર્કેટ કેપ આ દરમિયાન સૌથી વધારે ઘટ્યું હતું. કારોબાર સપ્તાહ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ભારતીય સ્ટેટ બેન્કના માર્કેટ કેપિટલાઈઝેશનમાં ઘટાડો થયો હતો. ટીસીએસ, હિન્દુસ્તાન યૂનિલીવર અને ઇન્ફોસિસના માર્કેટ કેપમાં આ દરમિયાન વધારો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કંપનીઓને થયું નુકસાન
- આ દરમિયાન આઈટીસીનું માર્કેટ કેપિટલાઈઝેશન 20,748.4 કરોડ રૂપિયા ઘટીને 2,89,740.59 કરોડ રૂપિયા થઈ ગયું.


- એસબીઆઈનું 17,715.4 કરોડ રૂપિયાથી ઘટીને 2,41,946.22 કરોડ રૂપિયા થયું. 


- HDFC બેન્તનું 17335.3 કરોડ રૂપિયા તૂટીને 5,91,490.98 કરોડ રૂપિયા અને આઈસીઆઈસીઆઈ બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન 15,084.5 કરોડ રૂપિયા ઘટીને 2,55,484.91 કરોડ રૂપિયા પર આવી ગયું હતું. 


- આ રીતે એચડીએફસીનું માર્કેટ કેપ 9,921.2 કરોડ રૂપિયા ઘટીને 3,52,202.72 કરોડ રૂપિયા, કોટક મહિન્દ્રા બેન્કનું એમકેપ 5,155.85 કરોડ રૂપિયા ઓછું થઈને 2,81,185.14 કરોડ રૂપિયા થઈ ગયું છે. 


- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું એમ કેપ 919.16 કરોડ રૂપિયા ઘટીને 8,08,836 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. 


ત્રણ કંપનીઓને થયો ફાયદો
- પરંતુ આ દરમિયાન ટીસીએસનું માર્કેટ કેપ 31,538.79 કરોડ રૂપિયા મજબૂત થઈને 8,43,367.22 કરોડ રૂપિયા, ઇન્ફોસિસનું બજાર કેપિટલાઈઝેશન 11,746.94 કરોડ રૂપિયાના વધારા સાથે 3,44,419.45 કરોડ રૂપિયા અને હિન્દુસ્તાન યૂનિલીવરનું બજાર કેપિટલાઈઝેશન 7,176.31 કરોડ રૂપિયા વધીને 4,02,512.28 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. 


માર્કેટ કેપ પ્રમાણે દેશની 10 સૌથી મોટી કંપનીઓનું લિસ્ટ
બજાર કેપિટલાઈઝેશન પ્રમાણે ટીસીએસ ટોપ પર રહી. ત્યારબાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક,  હિન્દુસ્તાન યૂનિલિવર, એચડીએફસી, ઇન્ફોસિસ, આઈટીસી, કોટક મહિન્દ્રા બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એસબીઆઈનું સ્થાન રહ્યું છે. 


વાંચો બિઝનેસના અન્ય સમાચાર