PF ખાતામાં આવી રહી છે મુશ્કેલી: આ 7 રીતનો ઉપગોય કરી દૂર કરો તમામ મુશ્કેલી
પીએફ ખાતામાં કોઈ પ્રકારની મુશ્કેલી આવી રહી છે. તો પછી કેન્દ્રીય કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) અને શ્રમ મંત્રાલય તમારા તમામ મુશ્કેલીઓ દુર કરી શકે છે. લોકડાઉન દરમિયાન તમારે ક્યાંય પણ જવાની જરૂર્યાત નથી. તમારી જે પણ મુશ્કેલી છે તેનું સમાધાન ઓનલાઇન થઈ જશે. અમે તેમને એવી 7 સ્માર્ટ રીતો બતાવી રહ્યા છીએ, જેના ઉપયોગ તમે કરી શકો છો.
નવી દિલ્હી: પીએફ ખાતામાં કોઈ પ્રકારની મુશ્કેલી આવી રહી છે. તો પછી કેન્દ્રીય કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) અને શ્રમ મંત્રાલય તમારા તમામ મુશ્કેલીઓ દુર કરી શકે છે. લોકડાઉન દરમિયાન તમારે ક્યાંય પણ જવાની જરૂર્યાત નથી. તમારી જે પણ મુશ્કેલી છે તેનું સમાધાન ઓનલાઇન થઈ જશે. અમે તેમને એવી 7 સ્માર્ટ રીતો બતાવી રહ્યા છીએ, જેના ઉપયોગ તમે કરી શકો છો.
છ કરોડ શેર હોલ્ડર
ઈપીએફઓની પાસે હાલ 6 કરોડ શેર હોલ્ડર છે. જે 12 લાખ કંપનીઓમાં કામ કરે છે. આ ઉપરાંત 65 લાખ પેન્શનર પણ તેની સાથે જોડાયેલા છે. ઈપીએફઓની પાસે તેમના પેન્શન હોલ્ડર, શેર હોલ્ડર અને કંપનીઓની સામે આવતી મુશ્કેલીઓને દરૂ કરવા માટે ઘણા બધા ઉપાયો છે. દેશભરમાં ઈપીએફઓના 2 ઝોનલ ઓફિસ, 138 રીઝનલ ઓફિસ અને 117 જિલ્લામાં ઓફિસ છે. ઈપીએફઓ ભારત સરકારના શ્રમ મંત્રાલય હેઠળ કામ કરે છે.
કોઈ પણ શેર હોલ્ડર, પેન્શનર અથવા ફરી કંપની તેમની ફરિયાદને રજિસ્ટર અથવા ફરિ ઉકેલવા માટે CPGRAMS, EPFiGMS, કોલ સેન્ટર સોશિયલ મીડિયા, ઈમેલ, નિધિ તમારી સાથે અને સુવિધા કેન્દ્રોની મદદથી લઈ શકે છે.
CPGRAMS
સીપીજીઆરએએમએસ એટલે કે, સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રીવેએન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ એક ઓનલાઇન વેબ આધારિત સિસ્ટમ છે. જેને એનઆઇસીએ ડેવલપ કરી છે. www.pgportal.gov.in પોર્ટલ પર જઇ કોઇપણ ખાતા હોલ્ડર તેની ફરિયાદ કે પછી પૂછપચ્છ માટે રજિસ્ટ્રેશન કરી શકે છે.
EPFiGMS
આ ઈપીએફઓનું પોતાનું આંતરિક ફરિયાદ સમાધાન પ્લેટફોર્મ છે. સંગઠનનો દાવો છે કે, તેમાં 92 ટકા ફરિયાદોને 20 દિવસની અંદર ઉકેલવામાં આવે છે. www.epfigms.gov પર જઇને તમે ફરિયાદ નોંધવી શકો છો. 4 ટકા ફરિયાદને 20થી 30ની અંદર, 4 ટકાને 60 દિવસમાં ઉકેલી દીધી છે.
સોશિયલ મીડિયા
શ્રમ મંત્રાલય એક ટ્વિટર હેન્ડલ @socialepfoનું સંચાલન કરે છે. આ ઉપરાંત ફેસબુક પર https://www.facebook.com/socialepfo/ના નામથી એક એકાઉન્ટ છે. જ્યાં જઇને તમે લોકો તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
કોલ સેન્ટર
ઈપીએફઓ એક કોલ સેન્ટર પણ ચલાવે છે. જે 24x7 વર્ષના 365 દિવસ કામ કરે છે. આ કોલ સેન્ટર શનિવાર, રવિવાર ઉપરાંત રાષ્ટ્રિય રજાઓ પર પણ ખુલ્લુ રહે છે. આ કોલ સેન્ટર પર રોજના 1600 કોલ આવે છે. કોઈ પણ વ્યક્તિ 1800118005 નંબર પર કોલ કરી તેની સમસ્યા નોંધાવી શકે છે.
પીઆરઓ સુવિધા કેન્દ્ર
ઈપીએફઓના પ્રત્યેક કાર્યાલય પર એક પીઆરઓ સુવિધા કેન્દ્ર છે. આ સુવિધા કેન્દ્ર પર ખાતા હોલ્ડર તેની ફરિયાદ નોંધાવી શકે છે.
નિધિ તમારી પાસે
ઈપીએફઓની તમામ સેવાઓનો ખાતા હોલ્ડર લાભ લઈ શકે, તેના માટે પ્રત્યેક માસની 10 તારીખે નિધિ તમારી પાસે કેમ્પ લાગે છે. આ કેમ્પમાં પણ જઇને ખાતા હોલ્ડર તેની ફરિયાદ નોંધાવી શકે છે.
ઈ-મેઈલ
ખાતા હોલ્ડર તેની ફરિયાદ અથવા પૂછપરછ માટે uanepf@epfindia.gov.in પર ઈ-મેઈલ પણ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube