નવી દિલ્હી: શું દેશમાં વિજળીની સમસ્યા ઉભી થવાની છે? શું અદાણી-અંબાણીની કંપનીઓ પર બંધ થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે? રિલાયન્સ ગ્રુપ ઓફ કંપનીઝની આરકોમ, પૂંજ લોયડ જેવી દેશની 70 મોટી કંપનીઓ દેવાળીયા થઇ થશે? આ સવાલ એટલા માટે ઉદભવી રહ્યો છે કે કારણ કે, કંપનીઓને આપવામાં આવેલી 180 દિવસની મુદ્દત 27 ઓગસ્ટના રોજ ખતમ થઇ ચૂકી છે. રિઝર્વ બેંકે ફેબ્રુઆરી 2018માં એક સર્કુલરમાં સ્પષ્ટ કર્યું હતું કે જો આ કોર્પોરેટ હાઉસ લોન ચૂકવવામાં એકપણ દિવસ મોડું કરે છે તો તેને ડિફોલ્ટ ગણીને તેમના દ્વારા લેવામાં આવીએ લોનની રકમને NPA જાહેર કરવામાં આવશે. ટેક્નિક રીતે તેને 'વન ડે ડિફોલ્ટ નોર્મ' કહેવામાં આવ્યું અને 1 માર્ચથી લાગૂ કરી દેવામાં આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું નાદાર થશે આ કંપનીઓ?
સર્કુલરના અનુસાર બેંકોને આવા કેસ ઉકેલવા માટે 1 માર્ચ 2018 થી 180 દિવસનો સમય આપ્યો હતો જે 27 ઓગસ્ટના રોજ ખતમ થઇ ચૂક્યો છે. આ દરમિયાન કંપનીઓ અને બેંકો વચ્ચે જે કેસ ઉકેલાયા નથી તે બધી કંપનીઓના ખાતાને દેવાળીયા જાહેર કરવાની પ્રક્રિયામાં સામેલ થવા માટે મજબૂર કરી શકવામાં આવે છે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર બેંક અને કંપની વચ્ચે આ કેસ ઉકેલાશે નહી તો ટ્રાઇબ્યૂશનલ (એનસીએલટી)માં જતો રહેશે. એનસીએલટી બેંકોએ તેનું સમાધાન શોધવાનું રહેશે. તેમાં બેંક કંપનીઓ માટે રિજ્યોલ્યૂશન પ્લાન લઇને આવી શકે છે.


બેંકોને થશે નુકસાન
NCLT માં કેસ જતાં બેંકોને નુકસાન થશે. NCLT એવા કેસ માટે એક ઇન્સોલ્વેંસી રેજોલ્યૂશન પ્રોફેશનલ એટલે કે IRP ની નિમણૂંક કરશે. તેનું કામ હશે કે નુકસાન કોનું થશે. પરંતુ બેંકો ઇચ્છતી નથી કે આ મામલો એનસીએલટી પાસે જાય કારણ કે તેમાં બેંકોનું પણ નુકસાન છે. પહેલાં પણ આવા ઘણા કેસ આવ્યા છે, જેમાં લોન ન ચૂકવનાર કંપનીઓ પર દબાણ નાખવા માટે NCLT માં મોકલવામાં આવ્યા, પરંતુ તેમાં બેંકોને જ નુકસાન વેઠવું પડ્યું હતું. 


4 લાખ કરોડની લોન
દેશને એવી 70 કંપનીઓ છે, જેના પર દેવાળીયા જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે. આ કંપનીઓ પર સાડા 3 થી માંડીને 4 કરોડ રૂપિયાનું દેવું છે. જોકે આ સર્કુલરમાં 200 કરોડથી વધુ લોનવાળી કંપનીઓમાંથી આ રકમના 20 ટકા આપીને રિસ્ટ્રક્ચરિંગની બેંકોને છૂટ આપવામાં આવી હતી, પરંતુ તેના પર સહમતિ બની શકી નથી.


સૌથી વધુ વિજ કંપનીઓ પર અસર
બેંકોને રિજર્વ બેંકમાંથી 'વન ડે ડિફોલ્ડ નોર્મ'ની સમીક્ષા કરવાનો આગ્રહ કર્યો છે. હવે બેંક જો પોતાની કાર્યવાહી કરે છે તો તેનાથી સૌથી વધુ વિજ કંપનીઓ પર અસર પડશે. કારણ કે, તેમાં ત્રણ ચતૃથાંશ કંપનીઓ પાવર સેક્ટરની છે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચના અનુસાર વિજ કંપનીઓ પર લગભગ 2.6 લાખ કરોડનું દેવું બાકી છે અને મોટાપાયે તેમના દેવાના એનપીએ હોવાનો ખતરો છે.


દેશમાં વિજળીની સ્થિતિ પર શું અસર પડશે?
વિજ કંપનીઓ રિઝર્વ બેંકના આ સર્કુલરને લઇને અલ્હાબાદ હાઇકોર્ટ ગઇ, પરંતુ કોર્ટેમાંથી પણ તેમને રાહત ન મળી. અલહાબાદ હાઇકોર્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના સર્કુલરની વૈધતાને પડકાર વિજ ઉત્પાદન કંપનીઓની અરજી પર સુનાવણી બાદ કંપનીને રાહત આપવાની ના પાડી દીધી.


કંપનીઓએ સરકારને આપી ધમકી
હવે કંપનીઓએ કેંદ્વ સરકારને લોક આઉટની ધમકી આપી છે. કંપનીઓની સ્થિતિ ઘણા કારણોથી ખરાબ થતી જાય છે, જેના લીધે બેંકોમાંથી લીધેલી લોન પરત કરી શકતી નથી. ફક્ત કંપનીનું મેનેજમેંટ તેના માટે જવાબદાર હોતું નથી. સરકારી નીતિઓ બદલાઇ જાય છે. વિજળીની કિંમત નક્કી કરવામાં જટિલ સમસ્યાઓ થાય છે. કોલસો ન મળવાની સમસ્યા પણ છે. જો વિજળીના ઉત્પાદન પર અસર પડશે તો વિજળીની સમસ્યા પણ ઉત્પન્ન થઇ શકે છે. 


અદાણી-અંબાણીની કંપનીઓ સામેલ
વિજ કંપનીઓ ઉપરાંત જે મોટી કંપનીઓની આ યાદીમાં છે, તેમાં અદાણી ગ્રુપની મોટી કંપનીઓ, અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ ડિફેન્સ એન્ડ એંજીનિયરિંગ પૂંજ લોયડ, બજાજ હિંદુસ્તાન, ઉષા માર્ટિન, ગીતાંજલિ જેમ્સ (તેના પ્રમોટર મેહુલ ચોક્સી છે) જેવી કંપનીઓ સામેલ છે.