819 રૂપિયાવાળો LPG સિલેંડર મળશે ફક્ત 119 રૂપિયામાં , જલદી ઉઠાવો ફાયદો, આ રહી રીત
આ વર્ષે રસોઇ ગેસ સિલિન્ડર 125 રૂપિયા સુધી મોંઘો થયો છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળો જે સિલિન્ડર વર્ષ જાન્યુઆરીમાં 649 રૂપિયા મળતો હતો, આજે તેની કિંમત 819 રૂપિયા થઇ ગઇ છે. એવામાં ડિજિટલ પેમેન્ટ એપ બેસ્ડ કંપની Paytm એક ખાસ ઓફર લઇને આવ્યા છે.
નવી દિલ્હી: LPG Booking Offer: મોંઘવારીએ સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. આ વર્ષે રસોઇ ગેસ સિલિન્ડર 125 રૂપિયા સુધી મોંઘો થયો છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળો જે સિલિન્ડર વર્ષ જાન્યુઆરીમાં 649 રૂપિયા મળતો હતો, આજે તેની કિંમત 819 રૂપિયા થઇ ગઇ છે. એવામાં ડિજિટલ પેમેન્ટ એપ બેસ્ડ કંપની Paytm એક ખાસ ઓફર લઇને આવ્યા છે. આ ઓફર હેઠળ તમએ 819 રૂપિયાવાળો LPG 119 રૂપિયામાં મેળવી શકો છો. એટલે કે 700 રૂપિયાની બચત થશે.
શું છે Paytm ની ઓફર
જો તમે પણ તેનો ફાયદો ઉઠાવવા માંગો છો તો તમારી પાસે Paytm એપ હોવી જરૂરી છે. જ્યારે તમે Paytm એપ વડે પહેલીવાર LPG સિલિન્ડર બુક કરશો અને પેમેન્ટ પણ એપ વડે કરશો તો ઓફર હેઠળ તમને 700 રૂપિયાનું કેશબેક મળી જશે. જ્યારે તમે પેમેન્ટ કરશો તો તમને એક સ્ક્રેચ કાર્ડ મળશે, જેને સ્ક્રેચ કરતાં આ ઓફર જોઇ શકો છો. જો તમે સ્ક્રેચ કાર્ડ ઓપન નથી કર્યું તો તમે તેને પછી પણ પેટીએમ એપમાં કેશબેક અને ઓફર્સ સેક્શનમાં જઇને જોઇ શકો છો અને પછી સ્ક્રેચ કરીને લાગૂ કરી શકો છો.
શું તમારા WhatsApp પર પણ આવ્યો છે આ મેસેજ? ખોલશો તો ખાલી થઇ જશે બેંક એકાઉન્ટ
31 માર્ચ સુધી છે Paytm ની ઓફર
સામાન્ય રીતે ગેસ બુકિંગ કરીને 24 કલાકની અંદર તમને સ્ક્રેચ કાર્ડ મળી જશે. આ સ્ક્રેચ કાર્ડને 7 દિવસમાં ઉપયોગ કરવું પડશે. અહીં તમે સ્ક્રેચ કાર્ડને સ્ક્રેચ કરવાનું ભૂલી જાવ છો તો Cashback and Offers વાળા સેક્શનમાં જઇને પછી તેનો ઉપયોગ કરી શકો છો. આ ઓફર ફક્ત 31 માર્ચ 2021 સુધી જ છે, એટલે કે ફક્ત ત્રણ દિવસ બાકી છે આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે.
1 એપ્રિલથી પડશે મોંઘવારીની જોરદાર માર, Car, Bike, TV, AC બધુ જ થઇ જશે મોંઘુ
આ રીતે કરો Paytm વડે LPG સિલિન્ડરનું બુકિંગ
જો તમે આ ઓફરનો ફાયદો ઉઠાવવા માંગો છો તો સૌથી પહેલાં તમારી પાસે ફોનમાં Paytm App હોવી જોઇએ.
હવે ફોન પર Paytm App ખોલો.
ત્યારબાદ 'Recharge and Pay Bills' સેક્શન પર જાવ.
તમને 'Book a Cylinder' ઓપશન લખેલું જોવા મળશે તેના પર ક્લિક કરો.
તમારા LPG સર્વિસ પ્રોવાઇડરને સિલેક્ટ કરો, જે ભારત ગેસ, એચપી ગેસ અથવા ઇંડેન હશે.
ત્યારબાદ રજિસ્ટર્દ મોબાઇલ નંબર અથવા તમારું LPG ID એન્ટર કરો.
ત્યારબાદ તમારે પેમેન્ટ કરવાનો ઓપ્શન જોવા મળશે
હવે પેમેન્ટ કરતાં પહેલાં ઓફર્સ પર જાવ અને ત્યાં 'FIRSTLPG' પ્રોમો કોડ નાખો, અને ત્યારબાદ પેમેન્ટ કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube