કેન્દ્રીય કર્મચારીઓને મળશે વર્ષના પ્રથમ ગુડ ન્યૂઝ! 51% પહોંચશે DA? જાણો લેટેસ્ટ અપડેટ
7th pay commission, DA Hike Updates: તે નક્કી થઈ ગયું છે કે કર્મચારીઓને 1 જાન્યુઆરી 2024થી 50 ટકા મોંઘવારી ભથ્થું મળી જશે. પરંતુ 51 ટકા મોંઘવારી ભથ્થું મળવાની સંભાવના નકારી શકાય નહીં. કારણ કે ડિસેમ્બર AICPI ઈન્ડેક્સનો ડેટા આવવાનો હજુ બાકી છે.
7th pay commission, DA Hike News: કેન્દ્રીય કર્મચારીઓ માટે આવનારા દિવસો શાનદાર રહેવાના છે. કર્મચારીઓએ 31 જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે. આ દિવસે કર્મચારીઓને વર્ષ 2024ના પ્રથમ ગુડ ન્યૂઝ મળશે. મોંઘવારી ભથ્થાનો નવો આંકડો જાહેર થશે. ત્યારબાદ જાન્યુઆરી 2024થી કેટલું મોંઘવારી ભથ્થું (Dearness allowance)કર્મચારીઓને મળશે, તેના પર મહોર લાગી જશે. સારા સમાચાર તે છે કે મોંઘવારી ભથ્થું 50 ટકા મળવાનું નક્કી છે. કારણ કે છેલ્લા આંકડા સુધી મોંઘવારી ભથ્થું તેની નજીક પહોંચી ચુક્યું છે. રિટેલ (CPI)અને જથ્થાબંધ મોંઘવારી દરમાં જબરદસ્ત ઉછાળાનો ઇશારો મળી ચુક્યો છે.
ડિસેમ્બર AICPIની જોવી પડશે રાહ
તે કન્ફર્મ થઈ ચુક્યું છે કે કર્મચારીઓને 1 જાન્યુઆરી 2024થી 50 ટકા મોંઘવારી ભથ્થું મળી જશે. પરંતુ અત્યારે 51 ટકા મળવાથી ઇનકાર કરી શકાય નહીં. જો ઈન્ડેક્સમાં વધારે ઉછાળ આવે તો મોંઘવારી ભથ્થું (da hike in jan 2024) તે 50.52 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થું 51 ટકા થઈ શકે છે. પરંતુ વર્તમાન ટ્રેન્ડ્સ જોઈએ તો 50 ટકા નક્કી થઈ ગયું છે. તેમાં 4 ટકાનો વધારો નક્કી છે. 30 જાન્યુઆરીએ તેની તસવીર સ્પષ્ટ થશે.
આ પણ વાંચોઃ ગ્રે માર્કેટમાં તોફાન બન્યો આ IPO,ટાટાથી રેલવે સુધી છે કંપનીના કસ્ટમર
નવેમ્બરમાં પણ આવ્યો હતો ઉછાળ
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી કરવાનો આંકડો આવી ગયો છે. AICPI ઈન્ડેક્સના નવેમ્બર 2023ના નંબર જાહેર થઈ ગયા છે. ઈન્ડેક્સ 0.7 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. કુલ મોંઘવારી ભથ્થાનો સ્કોર 0.60 ટકા વધી 49.68 ટકા થઈ ગયો છે. આ સંખ્યા પુષ્ટિ કરે છે કે આગામી દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું મળશે. પરંતુ, નિષ્ણાતો એ વાતને નકારી રહ્યાં નથી કે હજુ ઉછાળો બાકી છે. છૂટક અને જથ્થાબંધ ફુગાવો તેમના સર્વોચ્ચ સ્તરે છે. જો AICPI પણ તીવ્ર વધારો દર્શાવે છે તો 5 ટકાનો વધારો નકારી શકાય તેમ નથી.
50 ટકા બાદ 0 થશે DA
જાન્યુઆરી 2024થી કેન્દ્રીય કર્મચારીઓને 50 ટકા ડીએ મળશે. પરંતુ ત્યારબાદ મોંઘવારી ભથ્થાને શૂન્ય કરી દેવામાં આવશે. ત્યારબાદ મોંઘવારી ભથ્થાની ગણતરી 0થી શરૂ થશે. 50 ટકા ડીએ કર્મચારીઓને બેસિક સેલેરીમાં સામેલ કરી દેવામાં આવશે. માની લો જો કોઈ કર્મચારીઓનો પે-બેન્ડ પ્રમાણે ઓછામાં ઓછી બેસિક સેલેરી 18000 રૂપિયા છે તો 50 ટકાના 9000 રૂપિયા તેના પગારમાં સામેલ કરી લેવામાં આવશે.
આ પણ વાંચોઃ હવે ભારત નહીં આ દેશ છે સોનાની ચિડિયા, ગોલ્ડ રિઝર્વમાં દૂર-દૂર સુધી કોઈ નથી ટક્કરમાં
મોંઘવારી ભથ્થું ક્યારે થઈ જાય છે શૂન્ય?
જ્યારે પણ નવું પગાર ધોરણ લાગુ કરવામાં આવે છે, ત્યારે કર્મચારીઓને મળતું ડીએ મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે નિયમ પ્રમાણે કર્મચારીઓને મળતું 100 ટકા ડીએ મૂળ પગારમાં ઉમેરવું જોઈએ, પરંતુ આ શક્ય નથી. નાણાકીય પરિસ્થિતિ અવરોધ આવે. જો કે, આ વર્ષ 2016 માં કરવામાં આવ્યું હતું. તે પહેલા વર્ષ 2006માં છઠ્ઠું પગાર ધોરણ આવ્યું ત્યારે તે સમયે પાંચમા પગાર ધોરણમાં ડિસેમ્બર સુધી 187 ટકા ડીએ આપવામાં આવતું હતું. આખું ડીએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યું હતું. તેથી છઠ્ઠા પગાર ધોરણનો ગુણાંક 1.87 હતો. પછી નવા પે બેન્ડ અને નવા ગ્રેડ પે પણ બનાવવામાં આવ્યા. પરંતુ, તેને પહોંચાડવામાં ત્રણ વર્ષ લાગ્યાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ: facebook | twitter | youtube