7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં જમા થશે 2 લાખ રૂપિયા! જાણો 18 મહિનાના DA એરિયર્સ પર મોટું અપડેટ
નોંધનીય છે કે 7th Pay Commission હેઠળ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને 31 ટકા DA ઉપરાંત ઘણા મોટા લાભો આપ્યા છે. પરંતુ ડીએ એરિયર્સનો કેસ 18 મહિનાથી પેન્ડિંગ છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. મોંઘવારી ભથ્થામાં વધારાથી કર્મચારીઓમાં ખુશી છે, પરંતુ તેમ છતાં એક મોરચે તેઓ નિરાશ છે. કર્મચારીઓની 18 મહિનાના એરિયર્સ અંગેની આશાઓ હજુ સુધી પૂર્ણ થઈ નથી. પરંતુ આશા છે કે આ મહિને આ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. ચાલો જાણીએ કે 18 મહિનાના ડીએ એરિયર્સ પર મંજૂરી મળ્યા બાદ કર્મચારીઓના ખાતામાં કેટલા પૈસા આવશે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી
નોંધનીય છે કે 7th Pay Commission હેઠળ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને 31 ટકા DA ઉપરાંત ઘણા મોટા લાભો આપ્યા છે. પરંતુ ડીએ એરિયર્સનો કેસ 18 મહિનાથી પેન્ડિંગ છે. નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (JCM)ના સેક્રેટરી (સ્ટાફ સાઇડ) શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર, કાઉન્સિલે સરકાર સમક્ષ માંગણી મૂકી છે કે DA ની સાથે 18 મહિનાથી પેન્ડિંગ DA એરિયર્સને પણ વન ટાઈમ સેટલમેન્ટ કરવામાં આવે.
નેશનલ કાઉન્સિલ ઓફ JCM, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) અને નાણા મંત્રી (Finance Minister) વચ્ચે એરિયર્સ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, કોઈ નક્કર જવાબ મળ્યો ન હતો. કર્મચારીઓ હજુ પણ માંગ પર અડગ છે અને સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. જો કે, આશા છે કે ટૂંક સમયમાં આ અંગે કેબિનેટ સચિવ સાથે ચર્ચા થઈ શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેંડિચરના વાર્ષિક અહેવાલ મુજબ દેશમાં કુલ 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 60 લાખ પેન્શનરો છે.
2 લાખથી વધુનું એરિયર્સ મળશે
નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમના શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર, લેવલ-1ના કર્મચારીઓનું DA એરિયર્સ રૂ. 11,880 થી રૂ. 37,554 સુધીનું બને છે. જ્યારે, લેવલ-13 (7મું CPC બેઝિક પે સ્કેલ રૂ. 1,23,100 થી રૂ. 2,15,900) અથવા લેવલ-14 (પે સ્કેલ) માટે કર્મચારીના હાથમાં ડીએનું એરિયર્સ રૂ. 1,44,200. 2,18,200 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.
જોકે, લેવલ 1ના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું રૂ. 11,880 થી રૂ. 37,554ની વચ્ચે બને છે. જ્યારે, લેવલ 13ના કર્મચારીઓનો મૂળ પગાર રૂ. 1,23,100 રૂપિયાથી લઈને રૂ. 2,15,900 ની વચ્ચે બને છે. જ્યારે, સ્તર 14 ના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના બાકીના રૂપે તેમના ખાતામાં 1,44,200 થી 2,18,200 રૂપિયા જમા થઈ શકે છે.
કેટલું બનશે ડીએ એરિયર્સ?
- કેન્દ્રીય કર્મચારીઓ જેમનો લઘુત્તમ ગ્રેડ પગાર રૂ. 1800 છે (લેવલ-1 મૂળભૂત પગાર ધોરણ 18000 થી 56900 સુધી) રૂ 4320 [{18000} X 6 ના 4 ટકા]ની રાહ જોઈ રહ્યા છે.
- જ્યારે [{56900}X6 ના 4 ટકા] 13,656 રૂપિયાની રાહ જોઈ રહ્યા છે.
- 7મા પગારપંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને ન્યૂનતમ ગ્રેડ પે પર કેન્દ્રિય કર્ચમારીઓને જુલાઈથી ડિસેમ્બર 2020 સુધી રૂ. 3,240 [{18,000}x6 ના 3 ટકા] DAનું એરિયર્સ મળશે.
- જ્યારે, [{રૂ. 56,9003 ના 3 ટકા}x6] ધરાવતા લોકોને રૂ. 10,242 મળશે.
- જો આપણે જાન્યુઆરી અને જુલાઈ 2021 વચ્ચેના DA એરિયર્સની ગણતરી કરીએ તો 4,320 [{18,000 રૂપિયાના 4 ટકા x6] થશે.
- જ્યારે, [₹56,900ના 4 ટકા}x6] ના રૂ.13,656 થશે.
એરિયર્સ નક્કી પીએમ મોદી કરશે
ઉલ્લેખનીય છે કે, 18 મહિનાના એરિયર્સનો મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો છે, હવે પીએમ મોદી એરિયર્સ અંગે નિર્ણય લેશે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓની એરિયર્સ અંગેની આશા ફરી એકવાર જાગી છે. જો પીએમ મોદી 18 મહિનાના એરિયર્સને લીલી ઝંડી આપે છે તો તમને જણાવી દઈએ કે લગભગ 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં મોટી રકમ આવશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 31 ટકા થઈ ગયું છે. 48 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનધારકોને આનો લાભ મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube