કેન્દ્ર સરકાર ફરી એકવાર કેન્દ્રીય કર્મચારીઓને મોટા ખુશખબર આપી શકે છે. સરકારે હાલમાં જ કર્મચારીઓ અને પેન્શનર્સના ડીએ/ડીઆરમાં ચાર ટકાનો વધારો કર્યો હતો. હવે એવા રિપોર્ટ્સ છે કે સરકાર આ વર્ષના બીજા છમાસિક માટે પણ ડીએમાં ચાર ટકાનો વધારો કરી શકે છે. સરકારે જાન્યુઆરીથી જુલાઈ 2023ના પહેલા છમાસિક માટે ડીએ અને ડીઆરમાં ચાર ટકાનો વધારો કર્યો હતો. કર્મચારીઓને આશા છે કે સરકાર જુલાઈમાં ચાર ટકા ડીએ વધી શકે છે. જો ચાર ટકાનો વધારો  થાય તો કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 42 ટકાથી વધીને 46 ટકા સુધી પહોંચી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા આધારે નક્કી થાય છે ડીએ?
શ્રમ અને રોજગાર મંત્રાલયનો હિસ્સો લેબર બ્યૂરો અખિલ ભારતીય  CPI-IW ના આંકડા મુજબ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું નક્કી કરે છે. કર્મચારીઓ અને પેન્શનર્સને હાલ 42 ટકા પ્રમાણે ડીએ મળે છે. કર્મચારીઓને તેમના બેઝિક પગારના આધાર પર મોંઘવારી ભથ્થું મળે છે. તેની ગણતરી 7માં પગાર પંચના પગાર મેટ્રિક્સનો ઉપયોગ કરીને થાય છે. 


વર્ષમાં બેવાર વધે છે ડીએ
બીજા છમાસિક માટે ડીએમાં વધારો કરવાની મંજૂરી સરકાર સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં આપે છે. પરંતુ આ વખતે  ઓગસ્ટમાં જાહેરાત થાય તેવી શક્યતા છે. અત્રે જણાવવાનું કે સાતમા પગાર પંચની ભલામણો મુજબ વર્ષમાં બેવાર ડીએમાં વધારો થાય છે. પહેલા છમાસિક માટે ડીએમાં ચાર ટકાનો વધારો થયો છે. ડીએ સરકારી કર્મચારીઓના પગારના સ્ટ્રક્ચરનો એક ભાગ હોય છે. મોંઘવારી દરને જોતા કેન્દ્ર સરકાર કર્મચારીઓના ડીએમાં વધારો કરે છે. 


કેટલો વધશે પગાર?
જો કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 46 ટકા થઈ જાય તો તેમનો પગાર પણ વધી જશે. માનો કે કોઈ કેન્દ્રીય કર્મચારીનો બેઝિક પગાર 18000 રૂપિયા છે. તો 42 ટકા પ્રમાણે જોઈએ તો ડીએ 7560 રૂપિયા થાય. જો ડીએ વધીને 46 ટકા થાય તો તે 8280 રૂપિયા થશે. એટલે કે પગારમાં પ્રતિ માસ 720 રૂપિયાનો વધારો  થશે. 


શું હવન ખરેખર બેક્ટેરિયા અને વાયરસને ખતમ કરે છે? રિપોર્ટના તારણો જાણીને દંગ રહી જશો


હર હર મહાદેવના જયકાર સાથે ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ, ફૂલોથી સુશોભિત પરિસર


PPF Accountમાંથી પૈસા ઉપાડતા પહેલાં જાણી લો આ નિયમો, જલ્દી બેંક ખાતામાં જમા થશે પૈસા


સરકારે વર્ષ 2022ના બીજા છમાસિકમાં પણ ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો હતો. આથી આ વખતે પણ આટલા વધારાની આશા વ્યક્ત કરાઈ રહી હતી. જો કે સરકાર તરફથી તેના પર હજુ સુધી કોઈ અધિકૃત રીતે નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. 


અત્યારે 42 ટકા પર પહોંચ્યું ડીએ
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં લાંબા સમય બાદ જુલાઈ 2021માં વધારો કરતા તે 17ટકાથી 28 ટકા થયું હતું. ત્યારબાદ ઓક્ટોબર 2021માં વધુ એક 3 ટકાનું હાઈક આપતા તે 31 ટકા કરવામાં આવ્યું. સરકારે માર્ચ 2022માં કર્મચારીઓના ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો. આ વધારા બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 31 ટકાથી વધીને 34 ટકા પર પહોંચી ગયું હતું. ત્યારબાદ બે વાર ચાર-ચાર ટકાનો વધારો ડીએમાં થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube