7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓની બલ્લે-બલ્લે, DAમાં વધારા બાદ HRAનો વારો, 12600 રૂપિયાનો થશે ફાયદો
DA Hike: સરકાકે કેબિનેટ મીટિંગ બાદ લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગૂ થતાં પહેલા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. કર્મચારીઓનું ડીએ 46 ટકાથી વધી 50 ટકા થઈ ગયું છે. તે 1 જાન્યુઆરી 2024થી લાગૂ થયું છે.
નવી દિલ્હીઃ HRA Calculation: કેન્દ્ર સરકાર તરફથી લાખો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારી 50 ટકા કરી દેવામાં આવ્યું છે. સરકારે તેને લઈને માર્ચના પ્રથમ સપ્તાહમાં જાહેરાત કરી હતી. દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ માટે તેને 1 જાન્યુઆરી 2024થી લાગૂ કરી દેવામાં આવ્યું છે. નિયમોનુસાર જ્યારે ડીએ 50 ટકા થઈ જાય તો હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)અને કેટલાક અન્ય ભથ્થામાં ફેરફાર થાય છે. ડીએ વધ્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓ બીજા ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યાં છે.
HRA માં ફેરફાર પર કોઈ આદેશ નથી આવ્યો
ડીઓપીટી (DoPT)તરફથી પહેલા જ ભથ્થાનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ મહિને ડીએમાં વધારા બાદ સંશોધિત કરવામાં આવશે. પરંતુ હાઉસ રેન્ટ એલાઉન્સને લઈને કોઈ આદેશ આવ્યો નથી. હવે સવાલ છે કે શું કેન્દ્ર સરકાર એચઆરએમાં ફેરફારની અલગથી જાણકારી આપશે. કારણ કે ડીએ 50 ટકા પર પહોંચી ગયું છે? તેવામાં હાઉસ રેન્ટ એલાઉન્સમાં કેટલો વધારો થશે? આ મોટો સવાલ છે. આવો જાણીએ તેનો જવાબ...
ડીએ 50% થવા પર એચઆરએમાં ફેરફાર નક્કી
કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 50 ટકા પહોંચવા પર એચઆરએમાં ફેરફાર નક્કી છે. પરંતુ તે જાણકારી જરૂરી છે કે ડીએમાં ફેરફારથી કેન્દ્રીય કર્મચારીઓના એચઆરએ પર અસર શહેરની કેટેગરી પ્રમાણે પડે છે. આ શહેર તે હોય છે, જ્યાં પર કર્મચારી અને તેનો પરિવાર રહે છે. એચઆરએની ગણતરી માટે શહેરોને કેટલાક આધાર પર એક્સ, વાઈ અને ઝેડ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. સાતમાં પગાર પંચ અનુસાર 1 જુલાઈ 2017થી એચઆરએને કેટેગરી X, Y અને Z શહેર માટે બેસિક સેલેરીના ક્રમશઃ 24%, 16% અને 8% ટકા સુધી બનાવવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ 1 રૂપિયા પર પહોંચી ગયો હતો અનિલ અંબાણીની કંપનીનો આ શેર, 2300% ની આવી તોફાની તેજી
જૂના દર પ્રમાણે એચઆરએની ગણતરી
બાદમાં જ્યારે ડીએ 25 ટકા પહોંચી ગયું તો એક્સ, વાઈ અને ઝેડ શહેરો માટે એચઆરએનો દર મૂળ વેતન પ્રમાણે ક્રમશઃ 27%, 18% અને 9% થઈ ગયો હતો. તેથી જો કોઈ કર્મચારીનો બેસિક પગાર 35000 રૂપિયા છે તો શહેરની કેટેગરી અનુસાર મળનાર એચઆરએ આ પ્રકારે હશે.
1.) X શ્રેણીના શહેરો માટે, રૂ. 35,000 ના 27% એટલે કે રૂ. 9,450
2.) Y શ્રેણીના શહેરો માટે, રૂ. 35,000 ના 18% એટલે કે રૂ. 6,300
3.) Z શ્રેણીના શહેરો માટે, રૂ. 35,000 ના 9% એટલે કે રૂ. 3,150
આ રીતે એક્સ કેટેગરીવાળા શહેર માટે એચઆરએ 9450 રૂપિયા, વાઈ કેટેગરીવાળા શહેર માટે 6300 રૂપિયા અને ઝેડ કેટેગરીવાળા શહેર માટે 3150 રૂપિયા હશે. પરંતુ હવે સાતમાં પગાર પંચની ભલામણ અનુસાર ડીએ 50 ટકા થવા પર એચઆરએ દર એક્સ, વાઈ અને ઝેડ કેટેગરી શહેર માટે ક્રમશઃ 30%, 20% અને 10% હોવો જોઈએ.
આ પણ વાંચોઃ ZeroPe: અશનીર ગ્રોવરની નવી કંપની, સારવાર માટે આપશે 5 લાખ રૂપિયાની ઇન્સ્ટન્ટ લોન
નવા દર પ્રમાણે એચઆરએની ગણતરી
હવે નવા દર પ્રમાણે 35000 રૂપિયાના બેસિક પે પર કેન્દ્રીય કર્મચારીઓને આ રીતે સંશોધિત એચઆરએ આપવામાં આવશે. આવો નવા દર પ્રમાણે ગણતરી જોઈએ.
1.) X શ્રેણીના શહેરો માટે, રૂ. 35,000 ના 30% એટલે કે રૂ. 10,500
2.) Y શ્રેણીના શહેરો માટે, રૂ. 35,000 ના 20% એટલે કે રૂ. 7,000
3.) Z શ્રેણીના શહેરો માટે, રૂ. 35,000 ના 10% એટલે કે રૂ. 3,500
પગારમાં કેટલો ફેરફાર થશે
આ રીતે એક્સ ટાઈપ સિટી માટે એચઆરએ વધી 10500 રૂપિયા, ટાઈપ વાઈ માટે 7000 રૂપિયા અને ઝેડ ટાઈપ સિટીમાં તે વધી 3500 રૂપિયા થઈ જશે. એટલે કે એક્સ ટાઈપ સિટીવાળાને 1050 રૂપિયાનો ફાયદો મહિને મળશે. વાર્ષિક આધાર પર તે 12600 રૂપિયા થાય છે. આ રીતે વાઈ કેટેગરીવાળા માટે તે 6300 રૂપિયાથી વધી 7000 રૂપિયા થશે. વાર્ષિક આધાર પર 8400 રૂપિયાનો ફેરફાર થશે. આ રીતે ઝેડ કેટેગરીવાળા માટે 3150 રૂપિયાથી વધી 3500 રૂપિયા થશે અને વાર્ષિક આધાર પર તે 4200 રૂપિયા થશે.