નવી દિલ્હી: સરકારી કર્મચારીઓ માટે એકવાર ફરીથી ખુશખબર આવ્યા છે. કર્મચારીઓના દિવાળી બોનસ સાથે ડીએ અને ટીએમાં પણ વધારો થયો છે. આ સાથે જ પહેલાનું બાકી મોંઘવારી ભથ્થું પણ મળ રહ્યું છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે DA માં વધારાની સાથે એક વધુ ભથ્થા ઉપર પણ ચર્ચા ચાલુ છે જેનો ફાયદો તેમને જાન્યુઆરીથી મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોર્ડને મોકલ્યો પ્રસ્તાવ
વાત જાણે એમ છે કે આ વધારો હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA) માં કરાશે જેનાથી સેલરીમાં બમ્પર વધારો થશે. નાણા મંત્રાલયે આ અંગે 11.56 લાખથી વધુ કર્મચારીઓના HRA ને લાગુ કરવાની માગણી પર મંથન શરૂ કરી દીધુ છે. આ પ્રસ્તાવને મંજૂરી આપવા માટે રેલવે બોર્ડ પાસે મોકલાયો છે. 


આ પ્રસ્તાવને મંજૂરી મળી ગયા બાદ જાન્યુઆરી 2021થી કર્મચારીઓને એચઆરએ મળી જશે. એચઆરએ મળતા જ આ કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થશે. ઈન્ડિયન રેલવે ટેક્નિકલ સુપરવાઈઝર્સ એસોસિએશન (IRTSA) અને નેશનલ ફેડરેશન ઓફ રેલવેમેન (NFIR)એ 1 જાન્યુઆરી 2021થી HRA લાગુ કરવાની માગણ કરી છે. 


કર્મચારીઓને મળવા લાગ્યું વધારેલું HRA
હકીકતમાં મોંઘવારી ભથ્થાના 25 ટકાથી વધુ હોવા પર HRA આપોઆપ રિવાઈઝ થઈ ગયું છે. DoPT ના નોટિફિકેશન મુજબ કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ અલાઉન્સમાં ફેરફઆર મોંઘવારી ભથ્થાના આધારે થયું છે. સરકારે હવે વધારેલા HRA માં બીજા કેન્દ્રીય કર્મચારીઓને પણ સામેલ કરવાનું શરૂ કરી દીધુ છે. 


શહેર પ્રમાણે મળે છે HRA
હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA) ની કેટેગરી Y અને Z ક્લાસ શહેરો પ્રમાણે હોય છે. એટલે કે જો કર્મચારી X કેટેગરીમાં આવે તો તેને હે 5400 રૂપિયા (મહિનામાં), Y Class વાળાઓને 3600 રૂપિયા મહિને અને પછી Z Class વાળાને 1800 રૂપિયા મહિને HRA મળશે. 


X કેટેગરીમાં 50 લાખથી વધુ વસ્તીવાળા શહેર આવે છે. આ શહેરોમાં જે કેન્દ્રીય કર્મચારીઓ રહેતા હોય તેમને 27 ટકા HRA મળશે. જ્યારે Y કેટેગરીના શહેરોમાં 18 ટકા અને Z કેટેગરીમાં 9 ટકા અલાઉન્સ મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube