નવી દિલ્હીઃ 7th Pay Commission Benefits: કેન્દ્ર સરકાર તરફથી જલદી દેશનું સામાન્ય બજેટ રજૂ કરવાનું છે. આ વખતે બજેટમાં સરકારી કર્મચારીઓ માટે ઘણી જાહેરાત થવાની સંભાવના છે. તો લોકોને આશા છે કે સરકાર તરફથી આ વખતના બજેટમાં ઘણી રાહતભરી જાહેરાત થઈ શકે છે. તો લોકોને 7th Pay Commission ને લઈને ઘણી આશા છે. સરકારી કર્મચારીઓની માંગ છે કે બજેટમાં ડીએમાં વધારો, ફિટમેન્ટ ફેક્ટર અને બાકી ડીએના પેમેન્ટની જાહેરાત કરવામાં આવે. જો સરકાર તરફથી આ જાહેરાત કરવામાં આવે તો સરકારી કર્મચારીઓના પગારમાં પણ વધારો થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીએમાં વધારો
કર્મચારીઓ ડીએમાં વધારાની માંગ કરી રહ્યાં છે. સરકાર તરફથી દર વખતે વર્ષમાં બે વખત કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરી શકાય છે. વર્ષના જાન્યુઆરી મહિનામાં અને જુલાઈ મહિનામાં વદારો કરી શકાય છે. તો કેન્દ્રીય કર્મચારીઓ માંગ કરી રહ્યાં છે કે આ વર્ષે ડીએમાં થનારો વધારો બજેટની સાથે કરી દેવામાં આવે જેથી પગારમાં વધારો થઈ શકે.


આ પણ વાંચોઃ PPFમાં રોકાણની મર્યાદા બમણી થશે! ટેક્સ પણ બચશે અને રિટર્ન પણ મળશે


ફિટમેન્ટ ફેક્ટર
કર્મચારીઓની માંગ છે કે ફિટમેન્ટ ફેક્ટરને વધારવામાં આવે. જો સરકાર તરફથી ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવામાં આવે છે તો કર્મચારીઓની ન્યૂનતમ સેલેરીમાં વધારો થશે. 


બાકી ડીએની ચુકવણી
કોરોનાને કારણે સરકાર તરફથી કેન્દ્રીય કર્મચારીઓના ડીએની ચુકવણી રોકી દેવામાં આવી હતી. 18 મહિના માટે સરકાર તરફથી ડીએની ચુકવણી રોકવામાં આવી હતી. કર્મચારીઓ તરફથી ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે કે તેના બાકી ડીએની ચુકવણી કરવામાં આવે. 


આ પણ વાંચોઃ એક સમયે 113 રૂપિયામાં મળતુ હતુ 10 ગ્રામ સોનું! જૂનુ બિલ જોઈ તમને પણ આવી જશે ચક્કર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube