નવી દિલ્હી: 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. આ વર્ષે દિવાળી પર કર્મચારીઓને એક સાથે ત્રણ ભેટ મળી શકે છે. પહેલી ભેટ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા  (Dearness Allowance DA) માં એકવાર ફરીથી વધારો થઈ શકે છે. બીજી ભેટ તરીકે કર્મચારીઓના DA એરિયર પર સરકાર સાથે ચાલી રહેલી વાતચીત પર કોઈ પરિણામ નીકળી શકે છે. આ સાથે જ પીએફ (Provident Fund) પર વ્યાજ દિવાળી પહેલા ખાતામાં જમા થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરીથી વધી શકે છે DA
હજુ સુધી જુલાઈ 2021નું મોંઘવારી ભથ્થું  (DA) નક્કી કરાયું નથી. પરંતુ જાન્યુઆરીથી મે 2021 ના AICPI આંકડાથી જાણવા મળે છે કે તેમાં 3 ટકા સુધીનો વધારો થઈ શકે છે. એ જ રીતે DA 3% વધ્યા બાદ હવે 31 ટકા પર પહોંચી જશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કેન્દ્ર સરકાર દશેરા કે દિવાળીની આસપાસ DA વધારાની જાહેરાત કરી શકે છે. 


અત્રે જણાવવાનું કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં મોંઘવારી ભથ્થામાં 11 ટકા વધારો થઈ ચૂક્યો છે. સરકારે જુલાઈ 2021થી તેને 28 ટકા કર્યું છે. જો હવે તે જૂન 2021માં 3 ટકા વધે તો ત્યારબાદ DA (17+4+3+4+3) સાથે 31 ટકા પર પહોંચી જશે. એટલે કે જો કોઈ કર્મચારીની બેઝિક સેલરી 50,000 રૂપિયા હશે તો તેને 15,500 રૂપિયા મોંઘવારી ભથ્થું મળશે. 


Fact Check: NCB અધિકારીએ શાહરૂખ ખાનની સામે જ આર્યન ખાનને સટાસટ બે લાફા માર્યા હતા? જાણો સત્ય


DA એરિયર મળવાની પણ આશા
મની કંટ્રોલમાં છપાયેલા એક ખબર મુજબ કેન્દ્રીય કર્મચારીઓ આશા રાખી બેઠા છે કે તેમને દિવાળી પહેલા 18 મહિનાથી અટકેલું DA એરિયર મળી જાય. હવે 18 મહિનાથી પેન્ડિંગ એરિયરનો મામલો પીએમ મોદી સુધી પહોંચી ગયો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પીએમ મોદી તેનો જેમ બને તેમ જલદી ઉકેલ લાવી શકે છે. ત્યારબાદ કર્મચારીઓને દિવાળી સુધીમાં 18 મહિનાનું અટકેલું મોંઘવારી ભથ્થું મળી શકે છે. નાણા મંત્રાલયે કોવિડ-19 મહામારીના કારણે મે 2020માં DA વધારાને 30 જૂન 2021 સુધી રોકવામાં આવ્યું હતું. 


ભારત છઠ્ઠીવાર UNHRC નો સભ્ય બન્યું, ભારે બહુમતથી મળેલી જીત બદલ આ રીતે માન્યો આભાર


પીએફના વ્યાજના પૈસા
આ દિવાળીએ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના 6 કરોડથી વધુ એકાઉન્ટ હોલ્ડર્સને ખુશખબર મળી શકે છે. દિવાળી પહેલા EPFO એકાઉન્ટ હોલ્ડર્સને બંપર ભેટ આપી શકે છે. પીએફ ખાતાધારકોના બેંક ખાતામાં જલદી વ્યાજના પૈસા ટ્રાન્સફર થઈ શકે છે. એટલે કે EPFO જલદી પોતાના 6 કરોડથી વધુ ગ્રાહકોના ખાતામાં 2020-21 માટે વ્યાજ ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube