નવી દિલ્હીઃ 7th Pay Commission News: દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં ભાજપને 3 મોટા રાજ્ય- મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ધમાકેદાર જીત મળી છે. ભાજપની આ સફળતાથી ન માત્ર શેર બજાર ઉત્સાહિત છે પરંતુ કેન્દ્રીય કર્મચારીઓની આશા પણ વધી ગઈ છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરી 2024થી શરૂ થઈ રહેલા વર્ષના પ્રથમ છ મહિનામાં 5 ટકા મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ વધારી શકાય છે. જો તેમ થાય છે તો કેન્દ્રીય કર્મચારીઓના ડીએનો આંકડો 50 ટકાને પાર કરી જશે. તેનાથી કેન્દ્રીય કર્મચારીઓના એચઆરએ એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્ટ (HRA)માં પણ વધારો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ 5 ટકા વધારાની આશા
AICPI ઈન્ડેક્સના ઓક્ટોબર મહિના સુધીના આંકડા પ્રમાણે સૂચકાંક 138.4 પોઈન્ટ પર છે. એક મહિના પહેલાના મુકાબલામાં ઈન્ડેક્સમાં 0.9 પોઈન્ટનો વધારો છે. પરંતુ નવેમ્બર અને ડિસેમ્બર મહિનાના આંકડાની રાહ જોવાઈ રહી છે, પરંતુ અત્યાર સુધીની પેટર્નને જોવા પર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીથી જૂન 2024 સુધી મોંઘવારી ભથ્થામાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો જોઈ શકાય છે. નોંધનીય છે કે AICPI ઈન્ડેક્સથી મોંઘવારી ભથ્થાનો સ્કોર નક્કી થાય છે. ઈન્ડેક્સમાં અલગ-અલગ ક્ષેત્રના આંકડા દર્શાવે છે કે મોંઘવારી કેટલી છે અને તેની તુલનામાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરવાની જરૂર છે. 


આ પણ વાંચોઃ ઓપન થતાં પહેલા તોફાન બન્યો આ ગુજરાતી કંપનીનો IPO, 200 રૂપિયાના પ્રીમિયમ પર શેર


ચૂંટણીને કારણે પણ વધારાની આશા
જાણકાર માને છે કે વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં એવી ઘણી અનુકૂળ પરિસ્થિતિ છે જેના કારણે 5 ટકા ભથ્થામાં વધારાની આશા કરી શકાય છે. હકીકતમાં પ્રથમ છ મહિનામાં લોકસભા ચૂંટણી પણ યોજાવાની છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થામાં 5 ટકાનો વધારો કરી શકે છે. નોંધનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓની સંખ્યા 50 લાખથી વધુ છે, તો પેન્શનર્સની સંખ્યા પણ 64 લાખ આસપાસ છે. કહેવાનો અર્થ છે કે સરકારના 5 ટકા વધારાના નિર્ણયની અસર 5 કરોડથી વધુ લોકો પર પડશે. આ ચૂંટણીની દ્રષ્ટિએ મજબૂત આંકડો છે. 


આ પણ વાંચોઃ સસ્તો સામાન, આખુ વર્ષ ડિસ્કાઉન્ટ, DMart ની રણનીતિ પાછળ છે આ 12 ફેલ વ્યક્તિનું મગજ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube