નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્રની મોદી સરકાર સરકારી કર્મચારીઓને આગામી મહિને મોટી ભેટ આપી શકે છે. હકીકતમાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સરકાર જુલાઈમાં ફરી મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ પ્રમાણે જુલાઈમાં મોંઘવારી ભથ્થા (ડીએ)માં 5 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. જો તે વધારો થશે તો ડીએ 39 ટકા સુધી પહોંચી જશે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વખત સંશોધિત કરવામાં આવે છે. પ્રથમ જાન્યુઆરીથી જૂન સુધી આપવામાં આવે છે, જ્યારે બીજુ જુલાઈથી ડિસેમ્બર સુધી આવે છે.


આ પણ વાંચોઃ હવાઈ મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર! હવે આ લોકો નહીં કરી શકે મુસાફરી, DGCAએ આકરા પાણીએ!!


મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય સરકાર મોંઘવારીના દરના આધારે કરે છે અને તે એઆઈસીપીઆઈના આંકડા પર નિર્ભર કરે છે. તમને જણાવી દઈએ કે એઆઈસીપીઆઈ ઇન્ડેક્સમાં માર્ચ 2022માં ઉછાળ આવ્યો હતો. ત્યારબાદ આશા કરવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર 5 ટકા મોંઘવારી ભથ્થુ વધારી શકે છે. અત્યારે મોંઘવારી ભથ્થુ 34 ટકા છે અને જો જુલાઈમાં 5 ટકાનો વધારો થશે તો તે 39 ટકા થઈ જશે. તેવામાં કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં 27 હજારથી વધુનો વધારો સંભવ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube