નવી દિલ્હી: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને નવા નાણાકીય વર્ષ આવતા પહેલાં સૌથી મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને વધારવાની જાહેરાત કરી દીધી છે. આ વખતે ડીને 3 ટકા વધારવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
AICPI-IWના ડિસેમ્બરના ડેટાથી કર્મચારીઓ 3% DA વધારાની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. આજની કેબિનેટ બેઠકમાં ડીએમાં 3% વધારાની જાહેરાત કરવામાં આવી છે. કર્મચારીઓના માર્ચના પગાર સાથે નવું મોંઘવારી ભથ્થું ખાતામાં ક્રેડિટ કરી દેવામાં આવશે.


3%નો વધારો હતો નક્કી
હવે કર્મચારીઓ અને પેન્શનરોને 34%ના દરે મોંઘવારી ભથ્થું (DA Hike) મળશે. ઔદ્યોગિક કામદારો માટેના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (AICPI ઇન્ડેક્સ)ના ડિસેમ્બર 2021ના સૂચકાંકમાં એક પોઇન્ટનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થા માટે 12 મહિનાનો સૂચકાંકનો સરેરાશ 351.33 થયો છે. જેના સરેરાશ 34.04% (મોંઘવારી ભથ્થું) છે. પરંતુ, મોંઘવારી ભથ્થું હંમેશા સંપૂર્ણ સંખ્યામાં આપવામાં આવે છે. એટલે કે, જાન્યુઆરી 2022 થી કુલ મોંઘવારી ભથ્થું 34% થઈ જશે.


1 જાન્યુઆરીથી મળશે કર્મચારીઓને લાભ
કેંદ્ર સરકાર ડીએને 3 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. આ વખતે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ તમામ કેન્દ્રીય કર્મચારીઓને 1 જાન્યુઆરી 2022 થી મળશે. હવે કર્મચારીઓ અને પેંશનધારકોને 34 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં 31 ટકાની જોગવાઇ હતી. 


ડિસેમ્બરમાં AICPI-IW માં આવ્યો ઘટાડો
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના આ નિર્ણયથી 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેંશનર્સને ફાયદો થશે. ત્યારબાદ આગામી મોંઘવારી ભથ્થાની ગણતરી જુલાઇ 2022 માં કરવામાં આવશે. ડિસેમ્બર 2021 માટે AICPI-IW (All India Consumer Price Index for Industrial Workers) ના આંકડા જાહેર કરી દેવામાં આવ્યા છે. આ આંકડા અનુસાર ડિસેમ્બરમાં આ આંકડો 0.3 ટકા ઘટીને 125.4 પોઇન્ટ રહ્યો. નવેમ્બરમાં આ આંકડો 125.7 પોઇન્ટ પર હતો. અને ડિસેમ્બરમાં 0.24 નો ઘટાડો આવ્યો છે. પરંતુ તેનાથી મોંઘવારી ભથ્થામાં કોઇ અસર પડી નથી. 


નવેમ્બરમાં થયો હતો વધારો
લેબર મિનિસ્ટ્રીના આંકડા અનુસાર નવેમ્બર 2021 માં AICPI-IW ઇન્ડેક્સમાં 0.8 ટકાની તેજી આવી હતી અને આ 125.7 પર પહોંચી ગયો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થશે. હવે ડિસેમ્બર 2021 ના આંકડા અનુસાર ભલે સામાન્ય ઘટાડો આવ્યો છે, પરંતુ જાન્યુઆરી 2022 થી DA ના વધારાની જાહેરાત થઇ ગઇ છે. 


DA Calculator from July 2021
મહિનાના          અંક         DA ટકાવારી
જુલાઈ 2021     353         31.81%
ઓગસ્ટ 2021     354         32.33%
સપ્ટેમ્બર 2021     355         32.81%
નવેમ્બર 2021     362.016         33 %
ડિસેમ્બર 2021     361.152         34%


ડીએની ગણતરી
જુલાઈ માટે ગણતરી-     122.8 X 2.88 = 353.664
ઓગસ્ટ માટે ગણતરી- 123 X 2.88 = 354.24
સપ્ટેમ્બર માટે ગણતરી- 123.3 X 2.88 = 355.104
નવેમ્બર માટે ગણતરી - 125.7 X 2.88 = 362.016
ડિસેમ્બર માટે ગણતરી - 125.4 X 2.88 = 361.152


લઘુત્તમ મૂળભૂત પગાર પર ગણતરી
1. કર્મચારીનો મૂળ પગાર         રૂ. 18,000 રૂપિયા
2. નવું મોંઘવારી ભથ્થું (34%)         રૂ.6120 રૂપિયા/મહિને
3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (31%)     રૂ.5580 રૂપિયા/મહિને
4. કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું         6120- 5580 = રૂ 540 રૂપિયા/મહિને
5. વાર્ષિક પગારમાં વધારો         540X12 = રૂ. 6,480 રૂપિયા


મહત્તમ મૂળભૂત પગાર પર ગણતરી
1. કર્મચારીનો મૂળ પગાર         રૂ. 56900 રૂપિયા
2. નવું મોંઘવારી ભથ્થું (34%)         રૂ 19346 રૂપિયા/મહિને
3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (31%)     રૂ 17639 રૂપિયા/મહિને
4. કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું        19346-17639 = રૂ 1,707 રૂપિયા/મહિને 
5. વાર્ષિક પગારમાં વધારો         1,707 X12 = રૂ. 20,484 રૂપિયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube