7th pay commission: 10 દિવસ બાદ કેન્દ્રીય કર્મચારીઓને મળશે ખુશખબર, DAમાં થશે વધારો, જાણો વિગત
7th pay commission DA hike News: જુલાઈ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (dearness allowance)માં એકવાર ફરી વધારો થવાનો છે. અત્યારે મે અને જૂનના આંકડા આવવાના બાકી છે, જે 30 જૂને જારી થશે.
નવી દિલ્હીઃ 7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓ (Central government employees)માટે એક ખુશખબર છે. માત્ર 10 દિવસ બાકી રહી ગયા છે અને ત્યારબાદ ખાતામાં મોટા પૈસા આવવાના છે. જુલાઈ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (dearness allowance)એકવાર ફરી વધારો થવાનો છે. તેને લઈને ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી છે. હાલ AICPI તરફથી અત્યાર સુધી જે આંકડા જારી કરવામાં આવ્યા છે, તે પ્રમાણે નક્કી છે કે આ વખતે પણ સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 4 ટકાનો વધારો થઈ શકે છે. અત્યારે મે અને જૂન મહિનાના આંકડા આવવાના બાકી છે, જે 30 જૂને જારી થશે.
10 દિવસ બાદ જારી થશે આંકડા
30 જૂને આવનારા આંકડા બાદ સ્પષ્ટ થઈ જશે કે સરકાર આ વખતે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરવાની છે. આ સિવાય એક્સપર્ટનું પણ માનવું છે કે આ વખતે સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. જો AICPI ઈન્ડેક્સનો આંકડો 135 સુધી પહોંચી જાય છે તો ચોક્કસપણે મોંઘવારી (Dearness allowance) ભથ્થામાં મોટો વધારો થઈ શકે છે.
આ પણ વાંચોઃ 30 રૂપિયા સુધી જશે આ ગુજરાતી કંપનીનો શેર, સતત તોફાની તેજી બાદ એક્સપર્ટ કહ્યું- ખરીદો
46 ટકા થઈ શકે છે DA
તમને જણાવી દઈએ કે આ મહિનામાં જો આંકડો 135 પર પહોંચી જાય છે તો ચોક્કસ પણે કર્મચારીઓને મળનાર ડીએમાં 4 ટકાનો વધારો થઈ શકે છે, ત્યારબાદ 42 ટકા ડીએ વધીને 46 ટકા સુધી પહોંચી જશે અને તેનાથી કર્મચારીઓના પગારમાં વધારો થશે.
કયા આધારે વધે છે મોંઘવારી ભથ્થું?
કેન્દ્ર સરકાર તરફથી મોંઘવારીના દરને જોતા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકાર તરફથી પણ મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. મોંઘવારી જેટલી વધુ, ડીએમાં એટલો વધારો થાય છે. કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતની ગણતા શ્રમ બ્યૂરો કરે છે. કંઝ્યૂમર પ્રાઇઝ ઈન્ડેક્સ (CPI-IW)ના આધાર પર તેની ગણતરી કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ જુલાઈના મહિનામાં કુલ 15 દિવસ બેન્ક રહેશે બંધ, ચેક કરો રજાઓનું લિસ્ટ
કેટલા વધશે પૈસા
જો કોઈ કર્મચારીની બેસિક સેલેરી હાલ 18000 રૂપિયા છે તો તેના પર 42 ટકા એટલે કે 7560 રૂપિયાનું મોંઘવારી ભથ્થું મળે છે. પરંતુ જો મોંઘવારી ભથ્થું વધીને 46 ટકા થાય છે તો મોંઘવારી ભથ્થું વધીને 8280 રૂપિયા મહિને થઈ જશે. આ રીતે પગારમાં મહિને 720 રૂપિયા વધી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube