નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં જલદી વધારો થઈ શકે છે. લાંબા સમયથી તેમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે. હવે માનવામાં આવી રહ્યું છે કે તેને વધારવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કેબિનેટે આ મુદ્દે નિર્ણય લીધો છે, હવે તેની જાહેરાત થવાની બાકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી 15 માર્ચે આની જાહેરાત કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં સરકાર વર્ષમાં બે વખત કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએમાં વધારો કરે છે. મોંઘવારીથી રાહત માટે સરકારે સમય સમય પર મોંઘવારી ભથ્થામાં સંશોધન કરવાનું હોય છે. વર્ષના પહેલા મહિના એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએમાં વધારો કરવામાં આવે છે. આ વર્ષે મોંઘવારી ભથ્થું વધવાનું હતું પરંતુ હજુ સુધી તેની જાહેરાત થઈ નથી. તેમ માનવામાં આવી રહ્યું છે કે સરકાર જલદી તેની જાહેરાત કરી શકે છે. 


આ પણ વાંચોઃ Tata Group નો આ મેટલ શેર કરાવશે દમદાર કમાણી! મળી શકે છે 37% સુધીનું રિટર્ન


15 માર્ચ સુધી થઈ શકે છે જાહેરાત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 માર્ચે કેબિનેટ દ્વારા આ કર્મચારીઓના DAમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તેને સરકારની મંજૂરી મળવાની બાકી છે. માનવામાં આવે છે કે સરકાર 15 માર્ચે આની જાહેરાત કરી શકે છે. જો આમ થશે તો કરોડો કેન્દ્રીય કર્મચારીઓ જાન્યુઆરીથી ડીએની વધેલી રકમ મેળવી શકશે. 90,720 રૂપિયા આ રીતે વધશે


સામાન્ય રીતે ડીએની રકમ વર્ષમાં બે વખત વધારવામાં આવે છે. આ પહેલા સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. જો આ વખતે પણ ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવે છે, તો આ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 38 થી વધીને 42 ટકા થઈ જશે. હાલની રકમ રૂ.6840 થી વધીને રૂ.7560 થશે. આ સંદર્ભમાં, 7560×12 = 90,720 રૂપિયા વધશે. એટલે કે દરેક કર્મચારીના વાર્ષિક પગારમાં લગભગ 90 હજાર રૂપિયાનો વધારો થશે. જો આમ થશે તો લગભગ 1 કરોડ કર્મચારીઓના ખાતામાં પૈસા આવશે, તેની સાથે જાન્યુઆરીથી એરિયર્સની રકમ પણ ઉમેરી શકાશે.


આ પણ વાંચોઃ Post Office ની સૌથી કમાલ સ્કીમ, માત્ર 5 વર્ષમાં ગેરંટી સાથે આપશે 14,02,552 લાખ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube