નવી દિલ્હી: 7th Pay Commission: કર્મચારીઓ (Central government employees) ને ફરી એકવાર પગાર વધારવાની ખુશખબરી મળી શકે છે. પહેલા મોંઘવારી ભથ્થું (Dearness allowance) પછી HRA અને TA પ્રમોશન મળ્યા બાદ હવે નવા વર્ષે તેમને વધુ એક ભેટ મળી શકે છે. ખરેખરમાં ફિટમેન્ટ ફેક્ટર વધારવાની ચર્ચાઓ ચાલી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
આ પહેલા વર્ષ 2016 માં ફિટમેન્ટ ફેક્ટર વધારવામાં આવ્યું હતું. આ વર્ષે 7 મું પગાર પંચ પણ લાગુ થયું હતું. તે સમયે કર્મચારીઓની ન્યુનતમ સેલેરી 6,000 રૂપિયાથી સીધી 18,000 રૂપિયા થઈ ગઈ હતી. હવે સરકાર વર્ષ 2022 માં કેન્દ્રીય કર્મચારીઓ (CG employees salary) ના પગારમાં ફરી વધારો કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષની શરૂઆતમાં કેન્દ્ર અને રાજ્ય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) માં વધારો થઈ શકે છે. ફિટમેન્ટ વધારા સાથે જ કેન્દ્રીય કર્મચારીઓના ન્યુનતમ પગાર (Minimum wages) માં ફરી એકવાર વધારો થશે.


શું છે ફિટમેન્ટ ફેક્ટર
ફિટમેન્ટ ફેક્ટર તે ફેક્ટર છે જેમાં કેન્દ્રીય કર્મચારીઓનો પગાર અઢી ગણો વધી જાય છે. 7 માં પગાર પંચ (7th Pay Commission) ની ભલામણ અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓના પગાર ભથ્થા (Salary Allowances) ઉપરાંત તેમનો મૂળભૂત પગાર (Basic Salary) અને ફિટમેન્ટ ફેક્ટર (Fitment factor) થી નક્કી થાય છે. 


સરકાર કરી રહી છે વિચાર
કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓની લાંબા સમયથી માંગ છે કે તેમને ફિટમેન્ટ ફેક્ટર (Fitment factor news) ને 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરવામાં આવે. આશા છે કે, 1 ફેબ્રુઆરી 2022 ના રજૂ થતા બજેટથી પહેલા કેન્દ્રીય કર્મચારીના ફિટમેન્ટ ફેક્ટરનો નિર્ણય લઈ શકે છે. ત્યારબાદ કર્મચારીઓની ન્યુનતમ પગારમાં પણ વધારો થશે.


લઘુત્તમ મૂળભૂત પગાર પર કેલ્ક્યુલેશન
લઘુત્તમ મૂળભૂત પગાર = 18,000 રૂપિયા
ભથ્થાને છોડીને પગાર = 18,000 x 2.57 = 46,260 રૂપિયા
3 % ના આધાર પર 26000 X 3 = 78000 રૂપિયા
કુલ વધારો = 78000 - 46,260 = 31,740


એટલે કુલ મળીને કર્મચારીઓના પગારમાં 31,740 રૂપિયાનો વધારો થશે. આ કેલ્ક્યુલેશન ન્યુનતમ મૂળભૂત પગાર પર કર્યો છે. મહત્તમ પગાર ધરાવતા લોકોને વધુ ફાયદો થશે.


બજેટ ડ્રાફ્ટમાં કરવામાં આવી શકે છે સામેલ
કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરને કેન્દ્રીય કેબિનેટમાં મંજૂરી (Cabinet approval) મળી શકે છે. બજેટ પહેલા કેબિનેટના અપ્રુવલ બાદ તેને બજેટના એક્સપેન્ડિચરમાં સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ જો તેને કેબિનેટની મંજૂરી મળી જાય છે તો તેને બજેટ (Budget 2022) ડ્રાફમાં સામેલ કરવાની કોઈ ખાસ જરૂર નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube