નવી દિલ્હી: 7th Pay Commission latest news:  નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ફરી એક સારા સમાચાર છે. જાન્યુઆરી 2022માં ફરી એકવાર મોંઘવારી ભથ્થું (Dearness allowance) વધશે. જોકે નવા વર્ષમાં ફરી એકવાર ડીએ (DA) માં વધારો થઈ શકે છે, જેના કારણે કર્મચારીઓનો પગાર (Central government employee's salary) ફરી વધશે. જોકે, જાન્યુઆરી 2022માં મોંઘવારી ભથ્થું (DA Hike) માં કેટલો વધારો કરવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ, AICPI ઇન્ડેક્સના ડેટા અનુસાર, 3% DA વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા વર્ષમાં કર્મચારીઓને મળશે સારા સમાચાર!
ડિસેમ્બર 2021ના અંત સુધીમાં કેન્દ્રના કેટલાક વિભાગોમાં પ્રમોશન (Promotions) થશે. આ ઉપરાંત બજેટ 2022 પહેલા ફિટમેન્ટ ફેક્ટર (Fitment factor) ને લઇને પણ ચર્ચા થઈ રહી છે, જેના પર નિર્ણય આવી શકે છે. જો આમ થશે તો મિનિમમ બેઝિક સેલરી (Minimum basic salary) માં પણ વધારો થશે. પરંતુ, હાલમાં, AICPI ઇન્ડેક્સના આંકડા મોંઘવારી ભથ્થા અંગે શું કહે છે, ચાલો જાણીએ.

Egg came First or Hen: દુનિયામાં પહેલાં ઈંડું આવ્યું કે મરઘી? મળી ગયો જવાબ


AICPI આંકડા દ્વારા નક્કી થશે DA
નિષ્ણાતોના મતે જાન્યુઆરી 2022માં પણ મોંઘવારી ભથ્થા (Dearness allowance) માં 3%નો વધારો થઈ શકે છે. એટલે કે, જો 3%નો વધારો થાય છે, તો કુલ DA 31% થી વધીને 34% થઈ શકે છે. AICPI આંકડા અનુસાર, અત્યારે સપ્ટેમ્બર 2021 સુધીના આંકડા સામેછે. તે મુજબ, મોંઘવારી ભથ્થું (DA) 32.81 ટકા છે. જૂન 2021 સુધીના આંકડા અનુસાર જુલાઈ 2021 માટે મોંઘવારી ભથ્થામાં 31 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે તેના આગળના આંકડાઓ અનુસાર મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામાં આવશે અને તેમાં સારો એવો વધારો જોવા મળી શકે છે.


DA Calculator from July 2021
મહીનો                  પોઇન્ટ      DA ટકાવારી

જુલાઇ 2021             353          31.81%
ઓગસ્ટ 2021            354          32.33%
સપ્ટેમ્બર 2021           355          32.81%
ઓક્ટોબર 2021            -                 -
નવેમ્બર 2021               -                 -
ડિસેમ્બર 2021             -                  -


DA ટકાવારીની ગણતરી
જુલાઈ માટે ગણતરી- 122.8X 2.88 = 353.664
ઓગસ્ટ માટે ગણતરી- 123X 2.88 = 354.24
સપ્ટેમ્બર માટે ગણતરી- 123.3X 2.88 = 355.104

Viral Photo: પોતાની જાતને સમજો છો સ્માર્ટ? શોધી બતાવો ત્રાસી લાઈન, મગજ ચકરાવે ચઢી જશે


DAમાં થશે 3 ટકાનો વધારો
જો આપણે AICPI ઇન્ડેક્સના આંકડા પર નજર કરીએ તો સપ્ટેમ્બર 2021 સુધી મોંઘવારી ભથ્થું (Dearness allowance)  વધીને 33 ટકા થઈ ગયું છે. એટલે કે આ હિસાબે તેમાં 2 ટકાનો વધારો થયો છે. જોકે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા હજુ આવ્યા નથી. તેમાં 1 ટકાનો વધારો થઇ શકે છે. જો ડિસેમ્બર 2021 સુધીમાં CPI (IW) ના આંકડા 125 સુધી રહે છે, તો મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો નિશ્ચિત છે. એટલે કે કુલ DA 3% થી 34% વધી જશે. તે જાન્યુઆરી 2022 થી ચૂકવવામાં આવશે અને કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થશે. 


34% DA પર ગણતરી
મોંઘવારી ભથ્થામાં 3% વધારો કર્યા પછી, કુલ DA 34% થશે. હવે 18,000 રૂપિયાના બેસિક પગાર પર કુલ વાર્ષિક મોંઘવારી ભથ્થું 73,440 રૂપિયા થશે. પરંતુ તફાવતની વાત કરીએ તો પગારમાં વાર્ષિક 6,480 રૂપિયાનો વધારો થશે.


ન્યૂનતમ બેસિક સેલરી પર ગણતરી
1. કર્મચારીનો બેસિક પગાર                     18,000 રૂપિયા
2. નવું પગાર ભથ્થું (34%)                      6120 રૂપિયા/દર મહિને
3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (31%)       5580 રૂપિયા/દર મહિને
4. કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું                    6120- 5580 = 540 રૂપિયા/દર મહિને
5. વાર્ષિક પગારમાં વધારો                        540X12= 6,480 રૂપિયા


મહત્તમ બેસિક સેલરી પર ગણતરી
1. કર્મચારીનો બેસિક પગાર                       56900 રૂપિયા
2. નવું પગાર ભથ્થું (34%)                       19346 રૂપિયા/દર મહિને
3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (31%)         17639 રૂપિયા/દર મહિને
4. કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું                      19346-17639= 1,707 રૂપિયા/દર મહિને
5. વાર્ષિક પગારમાં વધારો                          1,707 X12= 20,484 રૂપિયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube