7th Pay Commission DA Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘણા સમયથી 1 જુલાઈની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે આ એ જ તારીખ હતી જ્યારે તેમના મોઘવારી ભથ્થામાં વધારો થવાનો હતો. જુલાઈથી તમામ કન્દ્રીય સરકારના કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો થતા હવે મોંઘવારી ભથ્થું વધીને 46 ટકા થશે. એટલે કે જુલાઈ 2023થી કર્મચારીઓને 42 ટકા નહીં પરંતુ 46 ટકા મોંઘવારી ભથ્થું મળતું થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AICPI ઈન્ડેક્સમાં આવ્યો મોટો ઉછાળો
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ ઓલ ઈન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઈઝ ઈન્ડેક્સ  (AICPI) ના આધારે મોંઘવારી ભથ્થું નક્કી થતું હોય છે. દર મહિનાના અંતે AICPI ની જાહેરાત થતી હોય છે. તેના આધારે જ નક્કી થતું હોય છે કે આગામી છ મહિનાના અંતે થનારા પગાર રિવિઝન વખતે ડીએ સ્કોરની સ્થિતિ શું હશે. આ વખતે ડીએ સ્કોરમાં 0.50 પોઈન્ટ જેટલો વધારો થયો છે. જેના કારણે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થયો છે. હાલના આંકડા મુજબ ડીએ સ્કોર 45.58 ટકા પર પહોંચ્યો છે. જો કે જૂન એઆઈસીપીઆઈ નંબર હજુ આવવાનો બાકી છે પરંતુ ડીએમાં 4 ટકાનો વધારો નક્કી છે. 


અત્રે જણાવવાનું કે સાતમા પગાર પંચ હેઠળ લેબર બ્યૂરોએ 5 મહિનાના AICPI ઈન્ડેક્સ (ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ) ના આંકડા જાહેર કરી દીધા છે. જેમાં જાન્યુઆરીમાં ઈન્ડેક્સમાં મજબૂત રહ્યો. ફેબ્રુઆરીમાં થોડો ઘટાડો થયો હતો. પરંતુ ફેબ્રુઆરીમાં ડીએ સ્કોર વધ્યો. માર્ચમાં પણ ઈન્ડેક્સમાં સારો ઉછાળો આવ્યો હતો. સૂચકાંક 132.7 અંકથી વધીને 133.3 અંક થઈ ગયો હતો. 


એપ્રિલમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો, જ્યારે ઈન્ડેક્સ 134.02 પર પહોંચ્યો અને ડીએ સ્કોર 45.04 ટકા પર પહોંચ્યો. મેના નંબરે ઉત્સાહ વધાર્યો. જૂનના આંકડા જુલાઈના અંતમાં જાહેર કરવામાં આવશે. 


Month 2023 %     CPI(IW)BY2001=100         DA% Monthly Increase
જાન્યુઆરી                132.8                                           43.08
ફેબ્રુઆરી                  132.7                                           43.79
માર્ચ                        133.3                                           44.46
એપ્રિલ                     134.2                                           45.04
મે                            134.7                                           45.58


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube