નવી દિલ્હીઃ 7th Pay Commission DA Hike: જો તમે ખુદ કે તમારા પરિવારના કોઈ સભ્ય કેન્દ્ર સરકારના કર્મચારી છે તો તમને મોંઘવારી ભથ્થા સાથે જોડાયેલ અપડેટની જરૂર માહિતી હોવી જોઈએ. સરકારના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત બાદ 52 લાખ કર્મચારીઓ અને 48 લાખ પેન્શનર્સને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત પર સારા સમાચાર મળશે. સરકારે 1 જાન્યુઆરીથી ડીએ લાગૂ કરવાનો નિર્ણય 27 માર્ચે લીધો હતો. કર્મચારીઓ અને પેન્શનરોને વધેલું 4 ટકા ડીએ જાન્યુઆરીથી મળવાનું શરૂ થઈ ગયું છે. હવે આગામી મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી લાગૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેબ્રુઆરીમાં ઘટાડા બાદ માર્ચમાં આ આંકડો વધ્યો
જુલાઈના ડીએ લાગૂ થતાં પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટું અપડેટ આપ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે શ્રમ મંત્રાલયે માર્ચ માટે એઆઈસીપીઆઈ સૂચકાંક ડેટા 28 એપ્રિલે જારી કર્યો છે. ફેબ્રુઆરીમાં ઘટાડા બાદ માર્ચમાં આ આંકડો ફરી વધ્યો છે. આ પહેલાં ફેબ્રુઆરી 2023માં તેમાં ઘટાડો થયો હતો. આંકડામાં ઉછાળ બાદ ડીએમાં આશા પ્રમાણે 4 ટકા સુધીનો વધારો થઈ શકે છે. 


આ પણ વાંચોઃ Loan: ભૂલથી પણ ન કરો આ 5 ભૂલો, લોન લેવામાં આવશે મુશ્કેલી, પૈસા વગર કામો અધૂરા રહેશે


AICPI ઈન્ડેક્સ માર્ચમાં વધી ગયો
જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થું માર્ચ 2023માં એઆઈસીપીઆઈ ઈન્ડેક્સના ડિસેમ્બર 2022 સુધીના આંકડાના આધાર પર જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ જુલાઈનું મોંઘવારી ભથ્થું જાન્યુઆરીથી જૂન 2023ના આંકડાના આધાર પર જાહેર કરવામાં આવશે. જાન્યુઆરીમાં આ આંકડો વધીને 132.8 અંક થઈ ગયો હતો. ત્યારબાદ ફેબ્રુઆરીમાં તેમાં ઘટાડો આવ્યો અને 132.7 અંક પર પહોંચી ગયો. માર્ચમાં તેમાં ફરી વધારો થયો છે અને આંકડો 133.3 પર પહોંચી ગયો છે. 


ફેબ્રુઆરીમાં 132.7ના આંકડાના આધાર પર મોંઘવારી ભથ્થું 44 ટકા નજીક પહોંચી ગયું હતું. આ વખતે તે 44 ટકાને પાર પહોંચી ગયું છે. વર્તમાનમાં મોંઘવારી ભથ્થું 42 ટકા છે. જુલાઈ માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત એઆઈસીપીઆઈના જૂન સુધીના ડેટાના આધારે કરવામાં આવશે. આ વખતે ડીએ 4 ટકા વધીને 46 ટકા સુધી પહોંચી શકે છે. નવા મોંઘવારી ભથ્થાની જાહેરાત સપ્ટેમ્બરમાં થઈ શકે છે, પરંતુ તે એક જુલાઈથી લાગૂ થશે. 


આ પણ વાંચોઃ સોનાના ભાવમાં ફરી જોવા મળ્યો કડાકો, ફટાફટ ચેક કરો 10 ગ્રામ સોનાનો રેટ


કેટલું વધશે ડીએ
જાન્યુઆરીના ડીએમાં 4 ટકાના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 42 ટકા થઈ ગયું હતું. હવે તેમાં 4 ટકાનો વધારો થાય છે તો તે વધીને 46 ટકા થઈ જશે. તમને જણાવી દઈએ કે સાતમાં પગાર પંચ પ્રમાણે કર્મચારીઓના ડીએમાં વર્ષમાં બે વખત વધારો કરવામાં આવે છે. જાન્યુઆરી 2023નું ડીએ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે જુલાઈ 2023માં ડીએની જાહેરાત થઈ શકે છે. 


કોણ જાહેર કરે છે ડેટા
ચાલો તમને જણાવીએ કે એઆઈસીપીઆઈ ઈન્ડેક્સના આધારે, તે નક્કી કરવામાં આવે છે કે કેટલું મોંઘવારી ભથ્થું વધારવામાં આવશે? લેબર મંત્રાલય દર મહિનાના અંતિમ કાર્યકારી દિવસને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (એઆઈસીપીઆઈ) ના ડેટા જાહેર કરે છે. આ ઈન્ડેક્સ 88 કેન્દ્રો અને આખા દેશ માટે બનાવવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube