નવી દિલ્હીઃ સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને કેન્દ્રીય કર્મચારીઓને જલ્દી ખુશીના સમાચાર મળવાના છે. આ મહિને કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવશે. તેવી આશા છે કે સરકાર સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં 3-4 ટકા ડીએ વધારવાની જાહેરાત કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીએમાં 3-4 ટકાનો વધારો થવાની આશા
સરકાર સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં મોંઘવારી ભથ્થામાં 3-4 ટકાનો વધારો કરશે. 3 ટકા વધારાની પુષ્ટિ થઈ ગઈ છે, પરંતુ તે 4 ટકા પણ થઈ શકે છે. સૂત્રો પ્રમાણે આ પહેલા માર્ચ 2024માં ડીએમાં 4 ટકાનો વધારો કરી તેને બેસિક પેના 50 ટકા કરી દેવામાં આવ્યું હતું. આ સાથે પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં પણ 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. મોંઘવારી ભથ્થું કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે મોંઘવારી રાહત પેન્શનરો માટે હોય છે. ડીએ અને ડીઆરમાં વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઈમાં વધારો કરવામાં આવે છે.


આ પણ વાંચોઃ 1 શેર પર 10 શેર મળશે ફ્રી, આ સપ્તાહે છે રેકોર્ડ ડેટ, શું તમારી પાસે છે આ કંપનીના શેર


કેન્દ્રીય કર્મચારીઓને કોરોના સમયનું બાકી ડીએ પણ મળશે?
તાજેતરમાં સંસદના ચોમાસું સત્રમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે સરકાર કોવિડ-19 મહામારી દરમિયાન રોકવામાં આવેલા 18 મહિનાના ડીએ અને ડીઆર એરિયર જારી કરવાની સંભાવના નથી. એક સવાલના જવાબમાં શું કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 18 મહિનાના મોંઘવારી ભથ્થા કે ડીઆરને જારી કરવા પર વિચાર કરી રહી છે. જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021થી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ડીએ/ડીઆરના ત્રણ ભાગને ફ્રીઝ કરવાનો નિર્ણય કોરોના દરમિયાન આર્થિક પરિસ્થિતિને કારણે લેવામાં આવ્યો હતો. 


શું 50% થી વધુ ડીએ બેસિક પે સાથે થશે મર્જ?
એક્સપર્ટ અનુસાર ડીએના 50 ટકા થવાની સ્થિતિમાં તેને બેસિક પે સાથે મર્જ કરવામાં આવશે નહીં. પરંતુ અન્ય ભથ્થા જેમ કે હાઉસ રેન્ટ એલાઉન્સ વગેરે વધાર્યા છે. નાણાપંચની રચનાને લઈને પણ કેન્દ્રીય કર્મચારીઓના વિવિધ સંગઠનોની માંગ છે. પરંતુ સરકાર પાસે વર્તમાનમાં આઠમાં પગાર પંચની રચના કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.