7th Pay Commission: જુલાઈમાં ફરી વધી શકે છે DA,પગારમાં 8 રૂપિયા જેટલો વધારો સંભવ
સાતમું પગારપંચઃ કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં એકવાર ફરી વધારો થવાનો છે. સરકાર જુલાઈમાં કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો કરી શકે છે. જો ડીએ વધે તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 42 ટકાથી વધી 46 ટકા થઈ જશે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને જુલાઈમાં ખુશખબર આપી શકે છે. જુલાઈમાં આ વર્ષે બીજીવાર સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. જાણકારી પ્રમાણે સરકાર આ વખતે મોંઘવારી ભથ્થા (Dearness Allowance – DA)માં 4 ટકાનો વધારો કરી શકે છે.
જુલાઈમાં વધી શકે છે પગાર
તમને જણાવી દઈએ કે જો બધુ બરાબર રહ્યું તો કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને 1 જુલાઈથી મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો આપી શકે છે. આ વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું વર્તમાન ડીએ 42 ટકાથી વધી 46 ટકા થઈ જશે.
ઓલ ઈન્ડિયા કંઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (AICPI)ના રિપોર્ટ પ્રમાણે મોદી સરકાર જુલાઈમાં ડીએમાં વધારો કરી શકે છે.
અહીં તમારે જાણવું જરૂરી છે કે AICPI ઈન્ડેક્સના આધાર પર જ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી કરવી પડે છે.
આ પણ વાંચોઃ શું તમે પણ બેન્કમાં 2000ની નોટ જમા કરાવી આવ્યા છો તો નુક્સાન પણ જાણી લો
પગારમાં ઓછામાં ઓછા 8640 રૂપિયાનો થશે વધારો?
4 ટકાના વધારાને જો ધ્યાનમાં રાખીએ તો આ પ્રમાણે તમારી બેસિક સેલેરી 18 હજાર રૂપિયા છે તો તેમાં જુલાઈથી દર મહિને 720 રૂપિયા વધીને આવશે. આ પ્રમાણે વાર્ષિક તમારા પગારમાં 8640 રૂપિયાનો વધારો થશે.
જો તમારી બેસિક સેલેરી 56900 રૂપિયા મહિને છે તો જુલાઈમાં ડીએમાં 4 ટકાનો વધારો જોડી લેવામાં આવે તો પગાર 2276 રૂપિયા વધી જશે. વાર્ષિક આધાર પર 27312 રૂપિયાનો વધારો થઈ જશે.
વર્ષમાં બે વખત વધે છે ડીએ
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને વધતી મોંઘવારીનો સામનો કરવા માટે વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થું આપે છે. પાછલા વર્ષે આ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 34 ટકા હતું, તે સમયે સરકારે ડીએમાં 4 ટકાનો વધારો કર્યો હતો, જેથી ભથ્થું 38 ટકા થઈ ગયું હતું.
આ પણ વાંચોઃ 9 વર્ષમાં બદલાઈ ગયું ભારત, અમેરિકી બેન્કે મોદીના 9 વર્ષના કામને આપ્યા ફુલ માર્ક્સ
આ વર્ષે માર્ચ 2023માં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ફરી 4 ટકાનો વધારો કર્યો હતો. વર્તમાનમાં મોંઘવારી ભથ્થુ42 ટકા થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે માર્ચમાં આ વધારો 1 જાન્યુઆરીથી લાગૂ થયો હતો. ત્યારબાદ હવે જુલાઈમાં ડીએમાં ચાર ટકાનો વધારો કરવાની વાત ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube