7th Pay Commission DA Hike: કેબિનેટની બેઠકમાં તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએને 4 ટકા વધારવામાં આવ્યું હોવાની જાહેરાત થઈ હતી. કેબિનેટના આ નિર્ણય બાદ મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધીને 38 ટકા કરવામાં આવ્યું. હવે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થું વધારવાનું નોટિફિકેશન નાણા મંત્રાલયના વ્યય વિભાગ (ડીઓઆઈ) તરફથી બહાર પાડવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોટિફિકેશનમાં આપેલી જાણકારી મુજબ નવો મોંઘવારી ભથ્થાનો દર 1 જુલાઈ 2022થી લાગૂ કરવામાં આવશે. જલદી કર્મચારીઓના ખાતામાં તેના પૈસા આવી જશે. સરકારના મોંઘવારી ભથ્થા વધારવાના નિર્ણયથી 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 62 લાખ પેન્શનર્સને મોટી રાહત થશે. આ અગાઉ કેન્દ્રીય કેબિનેટ તરફથી માર્ચમાં 3 ટકા મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું હતું. તે સમયે 31 ટકાથી વધારીને 34 ટકા કરવામાં આવ્યુ હતું. નોટિફિકેશનની મુખ્ય વિગતો ખાસ જાણો...


1 કેન્દ્રીય કર્મચારીઓને 34 ટકાની જગ્યાએ 38 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. આ ભથ્થું બેઝિક પગારના આધારે હશે. સંશોધિત દર 1 જુલાઈ 2022થી લાગૂ થશે. 


2. સાતમા પગાર પંચ હેઠળ અલગ અલગ લેવલના આધારે 'Basic Pay' નક્કી કરાયો છે. આ રિવાઈઝ્ડ પે સ્ટ્રક્ચરને કેન્દ્ર સરકારની મંજૂરી મળેલી છે. બેઝિક પેમાં કોઈ પણ પ્રકારનું સ્પેશિયલ અલાઉન્સ હોતું નથી. 


3. બેઝિક પે કોઈ પણ કેન્દ્રીય કર્મચારીના પગારનો જરૂરી ભાગ હોય છે. તેને  FR9 (21) હેઠળ પગાર તરીકે ગણવામાં આવે છે. 


4. ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડેચર (DoT) તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવાયું છે કે મોંઘવારી ભથ્થાની ચૂકવણીમાં 50 પૈસા કે તેનાથી વધુ રકમને પૂરો રૂપિયો ગણવામાં આવશે. તેનાથી ઓછી રકમને નજરઅંદાજ કરવામાં આવી શકે છે. 


5. નોટિફિકેશન મુજબ રિવાઈઝ્ડ ડીએનો ફાયદો ડિફેન્સ સર્વિસના સિવિલિયન એમ્પ્લોયીને મળશે. 


ક્યારે મળશે ડીએનું એરિયર
નોટિફિકેશન બહાર પડ્યા બાદ હવે સરકાર તરફથી ડીએનું એરિયર રિલીઝ થવાનું શરૂ થઈ જશે. કેન્દ્રીય કર્મીઓ અને પેન્શનર્સના ખાતામાં જલદી તેના પૈસા આવવાના શરૂ થઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube