નવી દિલ્હી : કેન્દ્રીય કર્મચારીઓ માટે સાતમુ પગારપંચ લાગુ થવાની ધારણા સતત વધી રહી છે. 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓની નજર કેન્દ્ર સરકાર પર ટકેલી છે. આશા છે કે તેમને જલ્દી જ સાતમા પગાર પંચ અંતર્ગત વધેલી સેલેરી અને ફીટમેન્ટ ફેક્ટરનો ફાયદો મળશે. પરંતુ સવાલ એ છે કે કર્મચારીઓની માંગ અનુરૂપ આ સેલેરી મળશે કે પછી જે અરજી કરાઈ હતી તે મુજબ સેલેરીમાં વધારો થશે. આ તસવીર પૂરી રીતે ત્યારે જ સ્પષ્ટ થશે, જ્યારે વેતન આયોગની ભલામણ લાગુ થશે. જોકે, કેન્દ્રીય કર્મચારી સતત હડતાળ પર જવાની ધમકી આપી રહ્યાં છે. કેટલાક રાજ્યોમાં ધરણા-પ્રદર્શન કરાયા છે. પરંતુ રાહ હજી પણ જોવી પડી રહી છે. આ મામલે હાલમાં જ આવેલ અપડેટ મુજબ, પગાર વધારા ઉપરાંત કેન્દ્રીય કર્મચારીઓને વધુ પણ કંઈક મળવા જઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, રાજ્ય સ્તર પર તો સાતમા પગાર પંચની ભલામણ લાગુ થવાની શરૂ થઈ ગઈ છે. પરંતુ કેન્દ્રીય કર્મચારીઓને હવે આ મામલે કોઈ રાહત મળતી દેખાઈ નથી રહી. વર્ષભરમાં ચારવાર કેન્દ્રીય કર્મચારીઓને તેના મળવા અંગે આશા જાગી હતી, પરંતુ તેમના હાથ કંઈ ન લાગ્યું. હવે કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે, નવું વર્ષ તેમના માટે નવી સૌગાતો લઈને આવે. 


મળી શકે છે વધુ સેલેરી
કેન્દ્ર સરકારના એક મંત્રીના જણાવ્યા અનુસાર, કર્મચારીઓને આયોગ તરફથી ભલામણ કરાયેલ પેમૈટ્રિક્સથી વધુ સેલેરી આપી શકાય છે. હાલ કર્મચારીઓની બેઝિક સેલેરીમાં 2.57ના ફિટમેન્ટ ફોરમ્યુલા અંતર્ગત સેલેરી મળે છે. કર્મચારીઓની લાંબા સમયની ડિમાન્ડ છે કે, તેમની બેઝીક સેલેરી 26,000 રૂપિયા કરી દેવામાં આવે. આવામાં આશા છે કે, તેમને ભલામણથી વધુ સેલેરી મળી શકે છે. 



વધી શકે છે રિટાયર્ડમેન્ટની ઉંમર
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓના વેતન વધારા ઉપરાંત કર્મચારીઓની રિટાયર્ડમેન્ટ ઉંમર 60 વર્ષથી વધારીને 62 વર્ષ કરાય તેવી શક્યતા છે. જોકે, ફાઈનાન્સ રાજ્ય મંત્રી પી.રાધાકૃષ્ણને આ મામલે પહેલા જ સ્પષ્ટતા કરી છે કે, સરકાર પાસે આવી કોઈ યોજના નથી. 


કેટલી સેલેરી વધવાની છે ભલામણ
પગાર પંચે કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં 14.27 ટકા વધારાની ભલામણ કરી હતી. તેમાં લઘુત્તમ સેલેરી 7000તી વધારીને 18,000 કરાવાની હતી. જોકે, કેન્દ્રીય કર્મચારીઓની માંગ છે કે, તેમની બેઝીક સેલેરી 26000 હોવી જોઈએ. સાથે જ ફીટમેન્ટ ફેક્ટર પર ણ 3.68 ગણુ હોવું જોઈએ. કેન્દ્ર સરકારે વેતન આયોગની ભલામણને જૂન 2016માં જ મંજૂરી આપી દીધી હતી. પરંતુ કર્મચારીઓના માંગને પગલે હાલ અત્યાર સુધી તેને લાગુ કરવામાં આવી નથી.