નવી દિલ્હીઃ 7th Pay Commission, 7th cpc, DA hike : કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. જલદી સરકાર તરફથી ખુશખબર આપવામાં આવી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફરી વધારો થવાનો છે. આ સાથે પગારમાં વધારા સહિત મોંઘવારી ભથ્થાનો પણ લાભ મળશે. જુલાઈ છમાસિક માટે તેના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો નક્કી માનવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોંઘવારી ભથ્થામાં થશે વધારો
કેન્દ્રીય કર્મચારી અને પેન્શન ભોગીઓને ભેટ મળશે. લેબર મિનિસ્ટ્રી દ્વારા એઆઈસીપીઆઈ આંકડા જારી કરવામાં આવ્યા છે. તે હેઠળ મોંઘવારી ભથ્થાનો દર 45.58% પહોંચી ગયો છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જોવા મળશે. આ સાથે મોંઘવારી ભથ્થું વધીને 46 ટકા થઈ જશે. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 42 ટકા છે. 


આ પણ વાંચોઃ Business Idea: આ બિઝનેસથી તમે દર મહિને કમાઈ શકો છો લાખો રૂપિયા, બસ આ બાબતોનું રાખવું


AICPI આંકડા જાહેર
મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ એક કરોડ કર્મચારી અધિકારી સહિત પેન્શનરોને મળશે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે રક્ષાબંધનની આસપાસ આ વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે. આ મુદ્દે હજુ સરકાર દ્વારા સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સના આધાર પર નક્કી થાય છે. દર મહિનાના અંતે આ આંકડા જાહેર કરવામાં આવે છે. તેના આધારે મોંઘવારી ભથ્થામાં વધારો જોવા મળે છે. મે 2023 માટે એઆઈસીપીઆઈ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં 0.50 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. આ સાથે ડીએનો આંકડો વધીને 45.58% થઈ ગયો છે. તો જૂનનો આંકડો હવે આવવાનો છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થશે. 


જો કોઈ સરકારી કર્મચારીની બેસિક સેલેરી ₹18000 છે તો 42% એટલે કે ₹7560 રૂપિયા મોંઘવારી ભથ્થું મળશે. તો મોંઘવારી ભથ્થું 46 ટકા થઈ જવાની સ્થિતિમાં કર્મચારીઓને 8280 રૂપિયાનો લાભ મળશે. કોઈ કર્મચારીઓની બેસિક સેલેરી 56900 હોવાની સ્થિતિમાં 4% વધુ ડીએથી તેને દર મહિને 2276 વધુ મળશે. તો વાર્ષિક તેના ખાતામાં ₹27312 નો વધારો થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube