નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે ટ્રેનમાં ભોજન અને હવાઈ ટિકિટ બુકિંગ સહિત એલટીસી સાથે જોડાયેલા ત્રણ નિયમોને પહેલાથી વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. DoPT પ્રમાણે કર્મચારીઓને આ લાભ એલટીસી નિયમ પ્રમાણે આપવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) તરફથી કેન્દ્રીય કર્મચારીઓ માટે ત્રણ નવા નિયમોની જાણકારી આપવામાં આવી છે. એલટીસી સાથે જોડાયેલા ડીઓપીટી વિભાગ તરફથી જારી નોટિફિકેશન અનુસાર રેલ યાત્રા દરમિયાન ખાવાની કિંમત અને સરકારી ખર્ચ પર ટિકિટ બુકિંગને લઈને નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે LTC સાથે જોડાયેલા નવા નિયમ
સરકારી કર્મચારીઓને વેતન સાતમાં પગાર પંચ અનુસાર કેન્દ્ર સરકાર આપે છે. તો આ કર્મચારીઓ માટે એલટીસીનો નિયમ કેન્દ્રીય સિવિલ સેવા 1988 અનુસાર નક્કી કરવામાં આવ્યો છે. અહીં DoPT એ નવા નિયમોની જાણકારી આપી છે. ડીઓપીટીના નોટિફિકેશન અનુસાર હવે કર્મચારીઓ ટ્રેનની યાત્રા દરમિયાન ભોજન પર કરેલા ખર્ચને રીઇંબર્સ કરી શકે છે. જો કોઈ સરકારી કર્મચારી ટ્રેન યાત્રા દરમિયાન રેલવે કેટરિંગથી ભોજન પસંદ કરે છે તો તેના પૈસાને રીઇંબર્સ કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ Gold Price Today: સોના-ચાંદીની ચમક વધી, આજે ભાવમાં થયો વધારો, જાણો લેટેસ્ટ કિંમત


હવાઈ ટિકિટ બુકિંગ નિયમ
જો એલટીસી હેઠળ હવાઈ ટિકિટ બુક કરવામાં આવી છે અને તેને કોઈ કારણોસર કેન્સલ કરવી પડે છે, તો એરલાયન્સ, એજન્ટ કે પ્લેટફોર્મ દ્વારા લગાવેલા કેન્સલ ચાર્જના પેમેન્ટને રીઇંબર્સ કરવામાં આવશે. ડીઓપીટી પ્રમાણે જે સરકારી કર્મચારી હવાઈ યાત્રાના હકડાર નથી, તેણે હવે ત્રણ ટ્રાવેલ એજન્સીઓ આઈઆરસીટીસી, બીએલપીએલ અને એટીટીના માધ્યમથી ફરજીયાત પણે પોતાની ટિકિટ બુક કરાવવાની જરૂરીયાત નથી. બસ કે ટ્રેનનું ભાડુ સૌથી નાના રૂટ માટે લાગૂ થશે. અહીં ટિકિટ કેન્સલ કરવા પર કેન્સલેશન ચાર્જ કર્મચારીએ વહન કરવો પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube