નવી દિલ્હી: કેન્દ્ર સરકારે હાલમાં જ 7th Pay Commission અંતર્ગત પગાર મેળવનાર 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 60 લાખ કેન્દ્ર સરકારના પેન્શન મેળવનારને લઇને મોટી જાહેરાત કરી છે. સરકારે કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થું (DA), મોંઘવારી રાહત (DR), હાઉસ બિલ્ડિંગ એડવાન્સ (HBA) અને યાત્રા ભથ્થું (TA) સંબંધિત મોટી જાહેરાતો કરી છે. ચાલો આપણે જાણીએ કે આ જાહેરાતોથી સામાન્ય માણસને કેવી રીતે લાભ થશે:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્મચારીઓના પગારમાં મોટો વધારો
7th Pay Commission અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓને કેન્દ્ર સરકારે લાંબા સમય બાદ મોટી ખુશખબરી આપી છે. સરકારે કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થું (DA), મોંઘવારી રાહત (DR) ને રીસ્ટોર કરવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે. સપ્ટેમ્બરથી કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થું (DA), મોંઘવારી રાહત (DR) નાણાંના ઉમેરા સાથે, તેમના પગારમાં મોટો વધારો થશે.


આ પણ વાંચો:- શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત, JEE Main ના ત્રીજા-ચોથા તબક્કાની તારીખ કરી જાહેર


પેન્શનરોને આ મોટી મળી રાહત
અત્યાર સુધી કેન્દ્ર સરકારના પેન્શનરોને ટ્રાવેલિંગ એલાઉન્સની (TA) વિગતો આપવા માટે ફક્ત 60 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. હવે આ સમયગાળો વધારીને 180 દિવસ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આ નિયમ 15 જૂનથી લાગુ કરી દીધો છે. હવે કર્મચારીઓને ટ્રાવેલિંગ એલાઉન્સ (TA) ક્લેઇમ કરવાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.


આ પણ વાંચો:- રશિયામાં મોટી દુર્ઘટના: વિમાન દુર્ધટનામાં 22 યાત્રીઓ સહિત 28 લોકોના મોત


પેન્શન સ્લિપ માટે હવે નહીં ખાવા પડે ધક્કા
અત્યાર સુધી કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન સ્લિપ મેળવવા માટે ઘણી વખત બેંકોના ધક્કા ખાવા પડતા હતા. કર્મચારીઓની આ સમસ્યાનું સમાધાન શોધી કાઢતાં કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે કે હવે પેન્શનરો ઇમેઇલ, વોટ્સએપ અને એસએમએસ દ્વારા પણ તેમની પેન્શન સ્લિપ મેળવી શકે છે. પેન્શનરોને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે 1 જુલાઇથી આ નિયમ લાગુ કરવાની જાહેરાત કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube