નવી દિલ્હી: 7th Pay Commission: જો પતિ અને પત્ની બંને કેન્દ્ર સરકારના કર્મચારી (Central Government Employee) છે અને Central Civil Services (CCS-પેન્શન), 1972 નિયમો અંતર્ગત કવર છે, તો તેમનું મોત થવા પર તેમના બાળકોને બે ફેમેલી પેન્શન મળી શકે છે. જેની મહત્તમ મર્યાદા 1.25 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. જો કે, આ માટે કેટલાક નિયમ છે જે શરતોને વ્યાખ્યાયિત કરે છે. જેના હેઠળ આ પેન્શન આપી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન પર નવા નિયમ
કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓની સાથે તેમના પરિવારોને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. સેન્ટ્રલ સિવિલ સર્વિસીઝના (Central Civil Services, 1972) નિયમ 54 ના પેટા નિયમ (11) હેઠળ, જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી છે અને તે નિયમ હેઠળ આવરી લેવામાં આવે, તો તેમના મૃત્યુના કિસ્સામાં તેમના બાળકો માતા-પિતા બંને પેન્શન માટે હકદાર હશે. નિયમો અનુસાર, જો માતા-પિતામાંથી કોઈ એક નોકરી દરમિયાન અથવા નિવૃત્તિ પછી મૃત્યુ પામે છે, તો પેન્શન હયાત પતિ અથવા પત્નીને પ્રાપ્ત થાય છે. બંનેના મૃત્યુ પર તેમના બાળકોને બે ફેમિલી પેન્શન મળશે.


આ પણ વાંચો:- અફઘાનિસ્તાનમાં તક જોવા મળતા લેવાયો આ નિર્ણય, જાણો કોણ છે તાલિબાનના ચાર મિત્રો!


અગાઉ પેન્શન પર આ હતો નિયમ
અગાઉ, જો બંને પેન્શનરો મૃત્યુ પામ્યે છે તો નિયમ 54 ના પેટા નિયમ (3) મુજબ, બાળક અથવા બાળકોને મળતા બે પેન્શનની મર્યાદા 45,000 રૂપિયા હતી, નિયમ 54 ના પેટા નિયમ (2) મુજબ, પરિવારના બંનેના પેન્શન 27,000 રૂપિયા દર મહિને લાગુ પડે છે. 5,000 અને 27,000 રૂપિયા પેન્શનની મર્યાદા છઠ્ઠા પગાર પંચ મુજબ સીસીએસ નિયમોના નિયમ 54 (11) હેઠળ સૌથી વધુ ચુકવણી 90,000 રૂપિયા દર મહિનાના 50 ટકા અને 30 ટકાના દરે છે.


આ પણ વાંચો:- આકાશે આંબી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ પર નાણામંત્રીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?


પેન્શન પર શું છે નવો નિયમ
7 માં પગાર પંચ પછી, સરકારી નોકરીઓમાં ચુકવણીને સુધારીને દર મહિને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. ત્યારથી બાળકોને આપવામાં આવતા પેન્શનમાં ફેરફાર થયો છે. Department of Pension & Pensioners Welfare (DoPPW) ના નોટિફિકેશન અનુસાર, બે મર્યાદાને બદલીને તેને 1.25 લાખ રૂપિયા દર મહિને અને 75,000 રૂપિયા દર મહિને કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube