નવી દિલ્હીઃ 7th Pay Commission latest news: કેન્દ્રીય કર્મચારીઓ માટે વર્ષ 2023 ખુબ મહત્વનું રહેવાનું છે. એક તરફ તેના વધેલા મોંઘવારી ભથ્થા (Dearness allowance)થી થશે. તો આવતીકાલે રજૂ થનારા બજેટમાં તેના માટે બે જાહેરાત થઈ શકે છે. 31 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employees)માટે મોંઘવારી ભથ્થાનો આંકડો (AICPI Index) આવી જશે. તેનાથી ખબર પડશે કે ડીએમાં કેટલો વધારો થશે. તો 1 ફેબ્રુઆરીએ જ્યારે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ (Budget 2023) બજેટ વાંચી રહ્યાં હશે તો સરકારી કર્મચારીઓ માટે બે જાહેરાત થઈ શકે છે. પહેલી જાહેરાતથી તેને થોડી રાહત મળી શકે છે. જ્યારે બીજી જાહેરાત તેના પર ભાર વધારનારી હશે. આ બંને જાહેરાત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7th Pay Commission: સેલેરી રિવિઝન પર થઈ શકે છે જાહેરાત
ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સુધારો આગામી પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર દ્વારા કરવામાં આવશે. જો કે સરકાર આ વાત સાથે સહમત નથી. સરકારનું માનવું છે કે હવે આગામી પગાર પંચની જરૂર નથી. સરકારી કર્મચારીઓનો પગાર દર 10 વર્ષના બદલે દર વર્ષે વધારવો જોઈએ. જેના કારણે નિચલા ગ્રેડના કર્મચારીઓને પણ ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ જેટલો જ પગાર મળશે. હવે 8મા પગાર પંચની રચના માટે માત્ર 1 વર્ષ બાકી છે. સૂત્રોનું માનીએ તો સરકાર આ પહેલા કર્મચારીઓના પગારમાં સુધારા માટે નવી ફોર્મ્યુલા રજૂ કરી શકે છે. આને બજેટમાં સામેલ કરી શકાય છે, જેના માટે અલગથી ફાળવણી કરવામાં આવશે. જેમાં નવા ફોર્મ્યુલાનો રોડમેપ કહી શકાય.


આ પણ વાંચોઃ બ્લોક બસ્ટર હશે મોદી સરકારનું બજેટ, કેન્દ્ર સરકાર આ સેક્ટર પર કરશે મોટી જાહેરાત


7th Pay Commission: શું હશે નવી ફોર્મ્યુલા
અત્યાર સુધી કેન્દ્રીય કર્મચારીઓ માટે દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવતી હતી. વર્ષ 2014માં 7મા પગાર પંચની રચના કરવામાં આવી હતી. 7મા પગારપંચમાં ફિટમેન્ટ ફેક્ટરના આધારે બેઝિક સેલરી વધારીને કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવે છે. પરંતુ, દલીલ એવી છે કે ઉચ્ચ સ્તરના કર્મચારીઓને જ આનો લાભ મળે છે. અને નીચલા સ્તરના કર્મચારીઓના પગારમાં આટલો વધારો નથી. એટલા માટે સરકાર ભૂતપૂર્વ નાણામંત્રી સ્વર્ગસ્થ અરુણ જેટલી દ્વારા આપવામાં આવેલી ફોર્મ્યુલા પર જ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. વર્ષ 2016માં, 7મા પગાર પંચને મંજૂરી આપતી વખતે તેમણે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે જ્યારે કર્મચારીઓનો પગાર દર વર્ષે વધારવો જોઈએ. તેનાથી નાના સ્તરના કર્મચારીઓને ફાયદો થશે. નવા પગારપંચની રચના તરફ કામ ન કરવું જોઈએ. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર હવે કર્મચારીઓના પગારમાં દર વર્ષે તેમની કામગીરીના આધારે વધારો કરશે.


બજેટમાં કર્મચારીઓ માટે બીજી મોટી જાહેરાત
બજેટ 2023માં કેન્દ્રીય કર્મચારીઓ (central government employees)ઓ માટે બીજી જાહેરાત તેના હાઉસ બિલ્ડિંગ એલાઉન્સ  (HBA)ને લઈને થઈ શકે છે. વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારના કર્ચારીઓને ઘર બનાવવા કે રિનોવેશન માટે સરકાર પાસે એડવાન્સ તરીકે એલાઉન્સને લઈ શકે છે. તેના બદલામા સરકાર વ્યાજ વસૂલ કરે છે. વર્તમાનમાં House Building allowance નો વ્યાજદર 7.1 ટકા છે. આ બજેટમાં તેમાં વધારો થઈ શકે છે. કર્મચારીને ઘર બનાવવા માટે 25 લાખ રૂપિયા સુધીની રકમ એડવાન્સ મળે છે. સૂત્રો પ્રમાણે HBA ના વ્યાજદરમાં ફેરફાર કરી 7.5 ટકા કરવામાં આવી શકે છે. તો 25 લાખની મર્યાદાને વધારી 30 લાખ કરવામાં આવી શકે છે. 


આ પણ વાંચોઃ બજેટ વખતે સરકારી કર્મચારીઓને કેમ પુરી દેવામાં આવે છે ગુપ્ત રૂમમાં? જાણો સીક્રેટ


7th Pay Commission: મોંઘવારી ભથ્થાને મળશે મંજૂરી
બજેટ બાદ માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓ માટે 7th Pay Commission હેઠળ મોંઘવારી ભથ્થાને મંજૂરી મળી જશે. વાસ્તવમાં, જાન્યુઆરી 2023ના મોંઘવારી ભથ્થામાં સુધારો થવાનો છે. આ રિવિઝન જાન્યુઆરીમાં થશે. પરંતુ, માર્ચ મહિનામાં કેબિનેટમાં તેને મંજૂરી આપવામાં આવશે. સરકાર બજેટ સત્ર દરમિયાન જ કેબિનેટની વિશેષ બેઠકમાં તેને મંજૂરી આપી શકે છે. અત્યાર સુધીના આંકડાઓના આધારે ડીએ હાઈકમાં 3 ટકાનો સુધારો જોવા મળી શકે છે. જો કે તેનું ચિત્ર આગામી 31 જાન્યુઆરીએ સ્પષ્ટ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube