નવી દિલ્હીઃ 7th Pay Commission/HBA Interest Rates: કેન્દ્રીય કર્મચારીઓ માટે સપ્ટેમ્બર બાદ સતત ખુશીઓ આવી રહી છે. હાલમાં કર્મચારીઓને વધુ એક મોટી ખુશખબરી મળી છે. મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. હવે કર્મચારીઓને (Central Govt Employee's) ને પોતાનું ઘર બનાવવા માટે સસ્તા દર પર એડવાન્સ મળી શકે છે. તે માટે સરકારે હાઉસ બિલ્ડિંગ એડવાન્સના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. હાઉસ બિલ્ડિંગ એડવાન્સ તરીકે મળનાર હોમ લોનના વ્યાજ દરને 7.9 ટકાથી ઘટાડી 7.1 ટકા કરી દેવામાં આવ્યો છે. તેનું ઓફિશિયલ મેમોરેન્ડમ જારી કરવામાં આવી ચુક્યુ છે. સરકારના આ નિર્ણયથી આશરે 47 લાખ કર્મચારીઓને ફાયદો મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 માર્ચ 2023 સુધી મળશે ફાયદો
House building advance ના રેટમાં ઘટાડાનો ફાયદો 31 માર્ચ 2023 સુધી લાગૂ રહેશે. આ હેઠળ કર્મચારીને ઘર બનાવવા, ફ્લેટ ખરીદવા કે પછી રીસેલમાં ઘર ખરીદવા માટે અપાતા એડવાન્સના વ્યાજદરમાં 80 બેસિસ પોઈન્ટ એટલે કે 0.8 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે કર્મચારીઓ 31 માર્ચ 2023 સુધી આ વ્યાજદર પર એડવાન્સ લઈ શકે છે. આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે તેને લઈને સત્તાવાર મેમોરેન્ડર જાહેર કર્યું છે. સરકારના આ નિર્ણય હેઠળ કર્મચારી હવે સસ્તામાં ઘર બનાવી શકે છે. 


આ પણ વાંચોઃ 3 મહિનામાં જોરદાર થશે Gold નું વેચાણ, 85000 પર પહોંચશે ચાંદી! સોનું બનાવશે રેકોર્ડ


25 લાખ રૂપિયા સુધી મળે છે એડવાન્સ
સરકાર તરફથી અપાતી આ ખાસ સ્કીમ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને બે પ્રકાર એટલે કે પોતાના મૂળ વેતન પ્રમાણે 34 મહિના સુધીનું કે વધુમાં વધુ 25 લાખ રૂપિયા સુધી એડવાન્સ લઈ શકે છે. મકાનની કિમત કે પછી ચુકવવાની ક્ષમતામાંથી જે કર્મચારીઓ માટે ઓછી હોય એટલી રકમ એડવાન્સના રૂપમાં લઈ શકાય છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube