7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા ઝટકા સમાન સમાચાર આવ્યા છે. કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે ઝીરો નહીં થાય. મોંઘવારી ભથ્થાની ગણતરી ચાલતી રહેશે. આ અંગે કોઈ નિયમો નક્કી નથી. ગત વખતે જ્યારે બેઝ યરમાં ફેરફાર થયો હતો ત્યારે આવું કરવામાં આવ્યું હતું. હવે બેઝ યર બદલવાની હાલ કોઈ જરૂર પણ નથી અને એવી કોઈ  ભલામણ પણ નથી. આથી કેન્દ્રીય કર્મચારીઓ માટે આગામી ગણતરી 50 ટકાથી આગળ થતી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AICPI ઈન્ડેક્સનો ડેટા નથી તો કેવી રીતે વધશે ડીએ?
કેન્દ્રીય કર્મચારીઓ માટે એક નવી અપડેટ એ પણ છે કે લેબર બ્યૂરોએ છેલ્લા બે મહિનાના AICPI ઈન્ડેક્સના આંકડા રિલીઝ કર્યા નથી. આવામાં અત્યાર સુધી એ ગણતરી કરી શકવી મુશ્કેલ છે આગામી ડીએ હાઈક કેટલું હશે. ફેબ્રુઆરી 2024માં મોંઘવારી ભથ્થાનો ડેટા અપડેટ કરાયોન થી. હકીકતમાં જાન્યુઆરી 2024માં મોંઘવારી ભથ્થું 50 ટકા પર પહોંચી ગયું છે.


ચર્ચા હતી કે ત્યારબાદ મોંઘવારી ભથ્થાને શૂન્ય કરવામાં આવશે. જો કે એવો કોઈ નિયમ નથી. આ ફક્ત એ દરમિયાન કરાયું હતું જ્યારે વર્ષ 2016માં બેઝ યર બદલવામાં આવ્યું હતું. 


ફેબ્રુઆરી અને માર્ચ સુધીનો ડેટા નથી


એક્સપર્ટ્સનું માનવું છે કે તેને ઝીરો કરાશે નહીં. સરકારે પણ આ અંગે સ્પષ્ટ કર્યું છે કે આવું કરવાનો હાલ કોઈ વિચાર કરવામાં આવી રહ્યો નથી. આવામાં એવી ચર્ચા કેમ જોર પકડી રહી છે તે કહેવું મુશ્કેલ છે. લેબર બ્યૂરો પાસે હાલ ફેબ્રુઆરી અને માર્ચ સુધીનો ડેટા નથી. મોંઘવારી ભથ્થાની ગણતરીવાળો ડેટા હવે 31 મેના રોજ રિલીઝ થવાનો છે. આવામાં અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે મોંઘવારી ભથ્થાની ગણતરી પણ એ જ રીતે રહેશે. 


ક્યારે થશે આગામી રિવિઝન
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં આગામી રિવિઝન જુલાઈમાં થવાનું છે. AICPI ઈન્ડેક્સના જાન્યુઆરી સુધઈના આંકડાથી DA નો નંબર  138.9 અંક પર છે. એટલે કે મોંઘવારી ભથ્થાનો સ્કોર 50.84  ટકા થઈ ચૂક્યો છે. પરંતુ ફેબ્રુઆરીનો ડેટા હજુ સુધી લેબર બ્યૂરોની શીટમાંથી ગાયબ છે. એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે લેબર બ્યૂરો મોંઘવારી ભથ્થાને શૂન્ય કરવા જઈ રહ્યો છે.


આથી નંબર બહાર પાડવામાં આવી રહ્યા નથી. પરંતુ એવું નથી. હકીકતમાં લેબર બ્યૂરો પાસે ફેબ્રુઆરી અને માર્ચમાં પૂરા નંબર્સ નહતા, જેના કારણે ઈન્ડેક્સના નંબર આપવામાં વિલંબ થયો છે. 


કેટલું વધી શકે મોંઘવારી ભથ્થું?
એક્સપર્ટ્સનું માનીએ તો મોંઘવારી ભથ્થામાં આગામી અપડેટમાં પણ 4 ટકાનો વધારો થઈ શકે છે. એટલે કે 54 ટકાના દરથી જ ચૂકવવામાં આવી શકે છે. શૂન્ય થવાની કોઈ શક્યતા નથી. AICPI Indexથી નક્કી થનારા DA નો સ્કોર અપડેટેડ નથી. હાલના ટ્રેન્ડ મુજબ મોંઘવારી ભથ્થું 51 ટકા પહોંચી ચૂક્યું છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, અને જૂનના આંકડાથી નક્કી થવાનું છે કે આગામી ઉછાળો કેટલો મોટો હશે.


એવી આશા રાખવામાં આવી રહી છે કે હાલની સ્થિતિથી તેમાં 3 ટકા વધુ ઉછાળો હશે. એટલે કે 51 ટકાથી વધીને 54 ટકા સુધી પહોંચી જશે. 


આંકડામાં 1 ટકા વધ્યું ડીએ
હાલની સ્થિતિ જોઈએ તો જાન્યુઆરીના નંબર જાહેર થયા છે. ફેબ્રુઆરીના નંબર 28 માર્ચના રોજ રિલીઝ  થવાના હતા. પરંતુ હજુ સુધી તેને હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. હાલ ઈન્ડેક્સ 138.9 પોઈન્ટ પર છે. જ્યારે મોંઘવારી ભથ્થાનો સ્કોર 50.84 ટકા પહોંચી ચૂક્યો છે. અંદાજો છે કે ફેબ્રુઆરીના આંકડા આવવા પર 51 ટકા ક્રોસ કરી ચૂક્યું છે. ત્યારબાદ માર્ચમાં મોંઘવારી ભથ્થાનો સ્કોર 51.50 ટકા ઉપર નીકળી શકે છે. જૂન 2024 AICPI ઈન્ડેક્સના નંબર આવ્યા બાદ જ એ નક્કી થશે કે મોંઘવારી ભથ્થામાં કુલ કેટલો વધારો થશે. 


મોંઘવારી ભથ્થામાં આવશે જોરદાર ઉછાળો
સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ માટે જાન્યુઆરીથી જૂન 2024 સુધીના AICPI નંબર્સ મોંઘવારી ભથ્થું નક્કી કરશે. મોંઘવારી ભથ્થું 50.84 ટકા સુધી પહોંચી ચૂક્યું છે. હાલ 5 મહિનાના નંબર્સ આવવાના છે. એક્સપર્ટ્સ માને છે કે આ વખતે પણ 4 ટકાનો વધારો થવાનું નક્કી છે. પછી કાઉન્ટિંગ 50 ટકાથી આગળ ચાલતી રહે. જો આમ થાય તો મોંઘવારી ભથ્થું 54 ટકા સુધી પહોંચી શકે છે.


(અહેવાલ સાભાર- સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ હિન્દી)