નવી દિલ્હીઃ 7th Pay Commission: 1 નવેમ્બરની સવાર કેન્દ્રીય કર્મચારીઓ માટે સારી રહી. તેના માટે વધુ એક ખુશીના સમાચાર આવ્યા છે. મોંઘવારી ભથ્થામાં ફરી 4 ટકાનો વધારો જોવા મળી શકે છે. આ ઈશારો મોંઘવારીના આંકડા કરી રહ્યાં છે. હકીકતમાં AICPI ઈન્ડેક્સના આંકડામાં જબરદસ્ત તેજી જોવા મળી છે. પરંતુ કર્મચારીઓને આ ભેટ નવા વર્ષમાં મળશે. આ સિવાય DA Hike જાન્યુઆરી 2023માં થવાનું છે. પરંતુ ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ માટે મોંઘવારીના આંકડા ઈશારો કરી રહ્યાં છે કે 4 ટકાનો વધારો નક્કી છે. નિષ્ણાંતો પણ માની રહ્યાં છે કે વર્તમાન સ્થિતિને જોતા લાગે છે કે 4 ટકાનો વધારો થશે. પરંતુ હજુ મોંઘવારી ભથ્થા પર નજર બનાવી રાખવી પડશે. આરબીઆઈ સતત મોંઘવારી કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 ટકા વધી 42 ટકા થશે DA
કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ભેટ આગામી વર્ષે મળશે. તે જાન્યુઆરી 2023થી લાગૂ થશે. પરંતુ તેની જાહેરાત માર્ચ 2023 આસપાસ થશે. 4 ટકાના વધારા સાથે મોંઘવારી ભથ્થુ 42 ટકા પર પહોંચી જશે. મિનિમમ બેસિક સેલેરી પર કુલ 720 રૂપિયા દર મહિને વધારો થશે. તો ઉપરી બેસિક લેવલ માટે 2276 રૂપિયાનો દર મહિને વધારો થશે. હકીકતમાં લેબર મિનિસ્ટ્રીએ All India Consumer Price Index- Industrial workers (AICPI) ના આંકડા જાહેર કરી દીધા છે. સપ્ટેમ્બરમાં આ આંકડો 131.2 પર રહ્યો છે. જૂનના મુકાબલે સપ્ટેમ્બર 2022 સુધી AICPI ઈન્ડેક્સમાં કુલ 2.1 ટકાની તેજી આવી છે. પાછલા મહિને ઓગસ્ટની તુલનામાં જુઓ તો 1.1 ટકાનો ઉછાળ રહ્યો છે. 


બીજા છ મહિના માટે થશે નંબરની ગણતરી
AICPI ઇન્ડેક્સના નંબર બીજા છ મહિના માટે કાઉન્ટ થશે. ડિસેમ્બર 2022 સુધીના આંકડાના આધાર પર જાન્યુઆરી 2023માં મોંઘવારી ભથ્થામાં વધારો થશે. દર વર્ષે જાન્યુઆરીથી નવુ મોંઘવારી ભથ્થુ લાગૂ થાય છે. પરંતુ તેની જાહેરાત માર્ચમાં થાય છે. DAને દર છ મહિને રિવાઇઝ કરવામાં આવે છે. પહેલા જાન્યુઆરી અને બીજુ જુલાઈમાં લાગૂ થાય છે. જૂન 2022 સુધીના આંકડાથી જુલાઈ 2022 માટે ડીએમાં 4 ટકાનો વધારો જોવા મળ્યો હતો. હાલ 38 ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળી રહ્યું છે. તેની ગણતરી બેસિક પેને આધાર માનીને કરવામાં આવે છે.