7th Pay Commission: તહેવારોની સીઝનમાં કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપવાની તૈયારી, ફરી થશે DA માં વધારો!
જો બધુ બરાબર રહ્યું તો તહેવારની સીઝનમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં ફરી વધારો થશે. આ સંબંધમાં સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં જાહેરાત સંભવ છે.
નવી દિલ્હીઃ જો બધુ બરાબર રહ્યું તો તહેવારની સીઝનમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં ફરી વધારો થશે. આ સંબંધમાં સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં જાહેરાત સંભવ છે.
કેમ છે આશા
હકીકતમાં વર્ષમાં બે વખત કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવે છે. આ વધારો છ મહિનાના આધાર પર થાય છે. વર્ષ 2021ના પ્રથમ છ મહિના એટલે કે જાન્યુઆરીથી જૂન સુધી મોંઘવારી ભથ્થુ વધી ચુક્યુ છે. તેવામાં હવે કર્મચારીઓને બીજા છ મહિના એટલે કે ડિસેમ્બરના મોંઘવારી ભથ્થામાં વધારાનો ઇંતજાર છે. આ છ મહિનામાં કર્મચારીઓને મૂળ વેતનના 3 ટકા વધારાનું ડીએ મળવાની આશા છે.
તમને જણાવી દઈએ કે એક જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો થયો છે. હવે કર્મચારીઓને મૂળ વેતનના 17 ટકાની જગ્યાએ 28 ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળી રહ્યું છે. જો બીજા છમાસિક ગાળામાં ડીએમાં વધારો થાય છે તો કર્મચારીઓને 31 ટકાના દરે ડીએ મળશે.
આ પણ વાંચોઃ મહિને 10 લાખ રૂપિયાની કમાણી કરાવતો બિઝનેસ, ખર્ચ થશે માત્ર 1 લાખ રૂપિયા
કેમ થયો 11 ટકાનો વધારો
હકીકતમાં કોરોનાને કારણે સરકારે મોંઘવારી ભથ્થાના ત્રણ વધારાના હપ્તા 01.01.2020, 01.07.2020 અને 01.01.2021 આપ્યા હતા, પરંતુ પ્રતિબંધ (ફ્રીઝ) લગાવી દેવામાં આવ્યો હતો. આ ભથ્થાનો દર ક્રમશઃ 4, 3 અને 4 ટકા હતો. પાછલા જુલાઈ મહિનામાં સરકારે આ પ્રતિબંધ હટાવી ડીએમાં કુલ 11 ટકાનો વધારો કર્યો હતો. તો 01.01.2020 થી લઈને 30.06.2021 સુધીના સમયગાળા માટે મોંઘવારી ભથ્થાનો દર 17 ટકા પર યથાવત હતો.
પેન્શનરોને મળશે રાહત
વર્ષના બીજા છ મહિનામાં પેન્શનરોને પણ મોંઘવારી રાહત એટલે કે ડીએનો ઇંતજાર છે. પેન્શનભોગીઓને હજુ 28 ટકાના હાલના દરેથી મોંઘવારી રાહત મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube