7th Pay Commission Latest Update: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાની પ્રતીક્ષા કરી રહ્યાં છે. આ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. નરેન્દ્ર મોદી સરકાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જો મંજૂરી મળે છે તો મોંઘવારી ભથ્થું (ડીએ) અને મોંઘવારી રાહત (ડીઆર) બંનેમાં બીજીવાર વધારો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વિગત
એક રિપોર્ટ પ્રમાણે આ નિર્ણયની જાહેરાત આગામી મહિને સપ્ટેમ્બરમાં થવાની સંભાવના છે. વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 50 ટકાના દરે મળી રહ્યું છે. સપ્ટેમ્બરમાં વધારા બાદ મોંઘવારી 53 ટકા સુધી પહોંચી જશે. પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર ડીએ એરિયર જારી કરશે નહીં, જેને કોરોના વાયરસ મહામારી દરમિયાન રોકવામાં આવ્યું હતું. અત્યાર સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓને 18 મહિનાની બાકી રકમ મળી નથી. મહત્વનું છે કે આઠમાં પગાર પંચની રચનાને લઈને પણ કેન્દ્ર સરકારે કોઈ જાહેરાત કરી નથી. કેન્દ્ર મોંઘવારી ભથ્થાની ગણતરી સીપીઆઈ-આઈડબ્લ્યૂ ડેટાના આધાર પર કરે છે, જે દર મહિને શ્રમ બ્યૂરો દ્વારા જાહેર કરવામાં આવે છે.


આ પણ વાંચોઃ 24 રૂપિયામાં મળે છે 400 રૂપિયાનો શેર : કોરોનાકાળથી 5 ગણો વધ્યો ભાવ, શું ખરીદવો જોઈએ?


છેલ્લે ક્યારે થયો હતો વધારો?
કેન્દ્ર સરકારે છેલ્લે 7 માર્ચે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. આ વધારો 1 જાન્યુઆરી 2024થી લાગૂ છે. ત્યારે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થઈ ગયું હતું. મહત્વનું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો એક વર્ષમાં બે વખત કરવામાં આવે છે. આ વધારો સામાન્ય રીતે માર્ચ અને સપ્ટેમ્બરમાં કરવામાં આવતો હોય છે. પરંતુ તે લાગૂ જાન્યુઆરી અને જુલાઈથી થાય છે.