7th Pay Commission: મોદી કેબિનેટ તરફથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યા બાદ વધુ એક મોટો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં સરકારે કર્મચારીઓના ડીએને 34 ટકાથી વધારીને 38 ટકા કર્યું. જો તમે કે તમારા ઘરમાં કોઈ કેન્દ્ર સરકારના કર્મચારી હોય તો આ જે નિર્ણય છે તે તમને ખુશ કરી દેશે. નવા નિર્ણય અંતર્ગત કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર, આંદમાન-નિકોબાર દ્વિપ સમૂહ, લદાખ અને પૂર્વોત્તરના પ્રવાસ માટે પોતાના કર્મચારીઓને મળનારી LTC ની સુવિધા બે વર્ષ માટે વધારી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો ક્યાં સુધી મળશે ફાયદો
સરકારના આ નવા નિર્ણય બાદ તમામ મળવા પાત્ર કેન્દ્રીય કર્મચારી 25 ડિસેમ્બર 2024 સુધી આ સુવિધાનો લાભ લઈ શકશે. કાર્મિક મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે LTC યોજનાને 26 સપ્ટેમ્બર 2022થી 25 સપ્ટેમ્બર 2024 એમ બે વર્ષના સમય સુધી આગળ વધારવામાં આવી છે. આ સુવિધા હેઠળ કેન્દ્ર સરકારના મળવા પાત્ર કર્મચારીઓને LTC પર જવા દરમિયાન પેઈડ લીવ ઉપરાંત મુસાફરી પર જવાની અને આવવાની ટિકિટના પૈસા પણ મળે છે. 


એર ટ્રાવેલની મંજૂરી
આદેશમાં કહેવાયું છે કે કેન્દ્ર સરકારના મળવા પાત્ર કર્મચારી જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર, લદાખ અને આંદમાન નિકોબાર જવા માટે એલટીસીની સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. એટલું જ નહીં એવા સરકારી કર્મચારીઓ કે જે હવાઈ યાત્રાને પાત્ર નથી, તેમને પણ આ રાજ્યોની હવાઈ યાત્રા કરવાની મંજૂરી અપાઈ છે. તેઓ કોઈ પણ એરલાઈન દ્વારા ઈકોનોમી ક્લાસમાં પોતાના મુખ્યાલયથી સીધા જમ્મુ કાશ્મીર, આંદમાન નિકોબાર દ્વિપ સમૂહ અને પૂર્વોત્તરનો પ્રવાસ કરી શકે છે. 


આ Video પણ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube