7th Pay Commission DA Hike: કેન્દ્રીય કેબિનેટની આજે થયેલી મહત્વની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર મોટો નિર્ણય લેવામાં આવ્યો. કેબિનેટે સરકારી કર્મચારીઓના 4 ટકા મોંઘવારી ભથ્થા વધારવા પર મહોર મારી દીધી છે. હાલ મોંઘવારી ભથ્થું 34 ટકા છે અને હવે 4 ટકા વધીને 38 ટકા કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયનો લાભ હાલના 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 62 લાખ પેન્શનધારકોને થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 જુલાઈ 2022થી લાગુ થશે ડીએ હાઈક
સરકાર તરફથી ડીએમાં કરાયેલો વધારો 1 જુલાઈ 2022થી લાગૂ થશે. આ અગાઉ સરકારે માર્ચ 2022માં જાન્યુઆરીથી ડીએ વધારવાની જાહેરાત કરી હતી. તે સમયે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 31 ટકાથી વધીને 34 ટકા કરાયું હતું. હવે તેમાં 4 ટકાનો વધારો થઈને 38 ટકા કરવામાં આવ્યું છે. આ પ્રમાણે કર્મચારીઓનોને સપ્ટેમ્બર મહિનાના પગારમાં બે મહિનાના એરિયરનો પણ લાભ મળશે. આ સાથે જ ઝી મીડિયાની એ ખબર ઉપર પણ મહોર લાગી છે કે જેમાં 28 સપ્ટેમ્બરના રોજ ડીએ હાઈક અંગેનો દાવો કરાયો હતો. 


આ આધારે વધે છે ડીએ
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓના મોંઘવારી  ભથ્થામાં વધારા માટે AICPI-IW (All India Consumer Price Index- Industrial Worker) ઈન્ડેક્સના આંકડાને આધાર માને છે. AICPI-IW ના પહેલા છમાસિકના આંકડાના આધારે જ જુલાઈમાં ડીએની જાહેરાત કરાઈ હતી. જૂનમાં ઈન્ડેક્સ વધીને 129.2 પર પહોંચતા ડીએ હાઈક 4 ટકા થવાનો રસ્તો ક્લિયર થઈ ગયો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube