7th Pay commission DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર તરફથી ડીએ વધારા પર નિર્ણય લેવાયો છે. મોદી કેબિનેટ તરફથી મોંઘવારી ભથ્થામાં વધારાની મંજૂરી આપી દેવાઈ છે. આ વિશે ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. એવું કહેવાય છે કે બુધવારે કેબિનેટની બેઠકની જાણકારી પ્રેસ કોન્ફરન્સ દ્વારા નહીં અપાય. કે ન તો તે અંગે કોઈ પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AICPI ઈન્ડેક્સના આધારે મોંઘાવારી ભથ્થા પર નિર્ણય
મોદી સરકારે 1 જાન્યુઆરીથી લાગૂ થનારા ડીએમાં 4 ટકાના વધારાનો નિર્ણય લીધો છે. હવે તે હાલના 38 ટકાથી વધીને 42 ટકા થઈ ગયો છે. અત્રે જણાવવાનું કે AICPI-IW ના આધારે મોંઘવારી ભથ્થાની ગણતરી  કરવામાં આવે છે. સરકાર તરફથી વર્ષમાં  બે વાર મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે. જાન્યુઆરી અને જુલાઈમાં તેને લાગૂ કરાય છે. જો કે તેની જાહેરાત દર વર્ષે મોડેથી થાય છે. જેમ કે આ વખતે જાન્યુઆરીના મોંઘવારી ભથ્થાનો નિર્ણય માર્ચમાં લેવાયો. એ જ રીતે જુલાઈનો નિર્ણય સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થાય છે. 


ભારત જોડો યાત્રા' બાદ એકદમ નવા લૂકમાં જોવા મળ્યા રાહુલ ગાંધી, જોઈને છક થઈ જશો


'ડોક્ટર દર્દીને સ્પર્શ કર્યા વગર સારવાર આપી શકે નહીં' આમ કહી કોર્ટે જામીન ન આપ્યા


હોળી પહેલા થઈ શકે છે જાહેરાત
મોદી કેબિનેટે બુધવારે મોંઘવારી ભથ્થાના આંકડાની સમીક્ષા કરી. પરંતુ આ વિશે ઔપચારિક મંજૂરીની જાહેરાત હજુ કરાઈ નથી. ઝી બિઝનેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ ડીએ વધારીને 42 ટકા કરવા પર સહમતિ બનવાની છે. સૂત્રોનો દાવો છે કે પીએમ મોદી હોળી પહેલા તેની જાહેરાત કરી શકે છે. હોળી બાદ નાણા મંત્રાલય તેનું નોટિફિકેશન બહાર પાડશે. માર્ચની સેલેરી સાથે જ વધેલા મોંઘવારી ભથ્થાની ચૂકવણી કરવાની છે. કર્મચારીઓને બે મહિનાનું એરિયર પણ મળશે. 


4 ટકાના વધારા સાથે ડીએ વધીને 42 ટકા થઈ જશે. જે જાન્યુઆરી 2023થી લાગૂ થશે. આ પ્રકારે કર્મચારીઓને માર્ચની સેલેરીની સાથે બે મહિનાનું એરિયર (DA Arrear) મળશે. 18000 રૂપિયાની બેઝિક સેલરીવાળાના પગારમાં 720 રૂપિયા મહિને વધારો થશે. એટલે કે તેમને બે મહિનાના એરિયર તરીકે 1440 રૂપિયા મળશે. લાખો પેન્શનર્સને પણ હોળીની ગિફ્ટ આપવામાં આવી છે. મોંઘવારી રાહત (DR Hike) માં પણ સરકારે 4 ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે પેન્શનર્સને પણ 42 ટકાના દરથી મોંઘવારી રાહત ચૂકવવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube