નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓને ખુશીના સમાચાર મળવા જઈ રહ્યાં છે. હોળી પહેલાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે સરકાર કાલ એટલે કે બુધવાર (16 માર્ચ) ના કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધારવા સાથે જોડાયેલો નિર્ણય કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ 16 માર્ચે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત પર ચર્ચા થવાની આશા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીએમાં 3 ટકા વધારાની આશા
સમાચાર મળી રહ્યાં છે કે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં આસરે 3 ટકાનો વધારો કરી શકે છે. વર્તમાનમાં તે 31 ટકા છે અને તેને 34 ટકા કરવાની આશા છે. મહત્વનું છે કે સરકારના આ નિર્ણયથી 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરોને મોટો ફાયદો મળશે. મહત્વનું છે કે જો સરકાર ડીએ વધારવાનો નિર્ણય કરે છે તો આ વધારો 1 જાન્યુઆરી, 2022થી લાગૂ થશે. તેવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં જલદી વધારેલો પગાર પણ આવશે. 


આ પણ વાંચોઃ હોળી પર જોવા મળશે OLA e-Scooter નો નવો અવતાર, બુકિંગ પર ફટાફટ મળશે ડિલીવરી


જાણો કઈ રીતે થાય છે ડીએ કેલકુલેશન?
તમને જણાવી દઈએ કે ડીએ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના વેતનનો એક ભાગ છે, જેનો ઉદેશ્ય મોંઘવારીના પ્રભાવને ઓછો કરવાનો છે. વધતા મોંઘવારી દરને કારણે સરકારી કર્મચારીઓના પ્રભાવી વેતનને સમય-સમય પર રિવાઇઝ કરવામાં આવે છે. ડીએને વર્ષમાં બે વખત રિવાઇઝ કરવામાં આવે છે- જાન્યુઆરી અને જુલાઈમાં. કારણ કે ડીએ જીવન પાલનના ખર્ચ સાથે સંબંધિત છે, આ કર્મચારીથી કર્મચારીના આધાર પર અલગ-અલગ હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube