નવી દિલ્હી : કેન્દ્રિય કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ લાગુ થાય એની રાહ જોવાઇ રહી છે. 50 લાખ કેન્દ્રિય કર્મચારીઓને આશા છે કે સરકાર એમની માંગણી સ્વીકારતાં વધારા સાથેનો પગાર આપશે. પરંતુ સરકાર કેટલો પગાર વધારશે? કયા કર્મચારીઓની માંગ સ્વીકારવામાં આવી છે? સાતમા પગાર પંચની ભલામણોથી કોના પગારમાં સૌથી વધારો થશે? ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો ફાયદો થશે? આ તમામ સવાલો વચ્ચે કેન્દ્રિય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે. મોદી સરકારે કર્મચારીઓની માંગ સ્વીકારી છે અને 8000નો પગાર વધારો આપ્યો છે. સુત્રોનું માનીએ તો મોદી સરકાર કર્મચારીઓને હવે 18000ને બદલે લઘુત્તમ પગાર 26000 આપવા રાજી થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંધ બારણે થયો નિર્ણય
છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં ચાલી રહેલા સમાચાર માનીએ તો સરકાર 15 ઓગસ્ટે કેન્દ્રીય કર્મચારીઓને સાતમા પગાર પંચનો ફાયદો આપશે. પરંતુ હવે આ ચર્ચા હકીકતમાં બદલાતી જોવા મળી રહી છે. ઝી ન્યૂઝ ડિજિટલના સુત્રોને મળેલી જાણકારી અનુસાર નરેન્દ્ર મોદીના નેત-ત્વમાં NDA સરકારની બંધ બારણે આ મુદ્દે ચર્ચા થઇ છે. સુત્રોનું માનીએ તો મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓની માંગ સ્વીકારતાં એમના પગારમાં 8000 રૂપિયાનો વધારો કરવા માટે સહમત થઇ શકે છે. જોકે સાતમા પગાર પંચમાં લઘુત્તમ પગાર 18000 કરવાની ભલામણ કરવામાં આવી હતી. પરતું સરકાર એમની માંગ અનુસાર 26000 રૂપિયા પગારની જાહેરાત કરી શકે એમ છે. 


15 ઓગસ્ટે થઇ શકે છે જાહેરાત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર કર્મચારીઓને ખુશ કરવા માટે 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે પગારમાં વધારાની જાહેરાત કરાઇ શકે છે. આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા સરકાર કેન્દ્રિય કર્મચારીને ખુશ કરવા ઇચ્છે છે. કેન્દ્રીય કર્મચારીઓ સતત લઘુત્તમ પગાર 26000 કરવાની માંગ ઉઠાવી રહ્યા હતા. સાથોસાથ ફિટમેન્ટ ફેક્ટરમાં પણ વધારાની માંગ કરી રહ્યા હતા.


બિઝનેસના વધુ ન્યૂઝ જાણવા ક્લિક કરો