7th Pay Commission DA Hike: કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા છે. જે જાન્યુઆરી 2024થી લાગૂ છે. નવું અપડેટ જુલાઈ 2024થી લાગૂ થશે. આ મંજૂરી સપ્ટેમ્બર 2024 સુધીમાં મળશે. પરંતુ આ માટે જરૂરી છે જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચેના AICPI ઈન્ડેક્સના નંબર્સ. આ નંબર્સ જ નક્કી કરશે કે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કેટલું વધશે. કેલ્ક્યુલેશન ક્યારથી શરૂ થશે. 50 ટકા થઈ જતા શૂન્ય થનારું ડીએ શું ખરેખર બદલાશે કે પછી કેલ્ક્યુલેશન 50થી આગળ ચાલુ રહેશે. આ તમામ સવાલ કેન્દ્રીય કર્મચારીઓના મનમાં હશે. પરંતુ આ જવાબ માટે તમારે 31 જુલાઈ 2024 સુધી રાહ જોવી પડશે. કારણ કે 31 જુલાઈના રોજ આવનારા આંકડા નક્કી કરશે કે આગામી મોંઘવારી ભથ્થું કેટલું વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AICPI નંબરથી નક્કી થશે મોંઘવારી ભથ્થું
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું AICPI ઈન્ડેક્સ એટલે કે CPI(IW) થી નક્કી થાય છે. તેને લેબર બ્યૂરો દર મહિનાના છેલ્લા વર્કિંગ ડે પર બહાર પાડે છે. જો કે આ આંકડા એક મહિના મોડા આવે છે. એટલે કે જાન્યુઆરીના આંકડા ફેબ્રુઆરીના અંતમાં આવે છે. ઈન્ડેક્સ નંબરથી નક્કી થાય છે કે મોંઘવારી ભથ્થું કેટલું વધશે. મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યૂલા આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ ફોર્મ્યૂલા છે ( ગત 12 મહિનાના ઓલ ઈન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ  (AICPI) ની સરેરાશ- 115.76)/115.76]×100.. તેમાં બ્યૂરો અનેક વસ્તુઓનો ડેટા ભેગો કરે છે. તેના આધારે ઈન્ડેક્સના આંકડા તૈયાર થાય છે. 


લેબર બ્યૂરોએ બહાર પાડ્યું છે કેલેન્ડર
ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ માટે CPI ના કેલ્ક્યુલેશન માટે દર મહિનાના અંતિમ વર્કિંગ ડે પર AICPI ના આંકડા બહાર પડે છે. આ માટે ઈવેન્ટ કેલેન્ડર અગાઉથી જાહેર થઈ ચૂક્યું છે. જે મુજબ 29 ફેબ્રુઆરીએ જાન્યુઆરીનું CPI નંબર જાહેર કરાયા હતા. 28 માર્ચના રોજ ફેબ્રુઆરીના CPI આંકડા બહાર પાડવાના હતા. પરંતુ તેમાં વિલંબ થયો છે. હવે આગામી CPI એટલે કે માર્ચ માટે આંકડા 30 એપ્રિલના રોજ બહાર પડશે. ત્યારબાદ એપ્રિલના આંકડા 31 મેના રોજ બહાર પડશે. પછી 28 જૂનના રોજ મેના આંકડા બહાર પડશે અને 31 જુલાઈના રોજ જૂનના આંકડા બહાર પડશે. આ આંકડા  જ આગામી છ મહિના માટે વધનારા મોંઘવારી ભથ્થાને નક્કી કરશે. 


ફેબ્રુઆરીના આંકડામાં વિલંબ
લેબર બ્યૂરોએ જાન્યુઆરી 2024ના AICPI ઈન્ડેક્સ આંકડા 28 ફેબ્રુઆરીએ બહાર પાડ્યા હતા. પરંતુ ફેબ્રુઆરીના આંકડા જે 28 માર્ચે બહાર પાડવાના હતા તે હજુ સુધી પાડ્યા નથી. હાલની સ્થિતિ જોઈએ તો જાન્યુઆરી સુધી CPI(IW) નો નંબર 138.9 અંક પર છે. તેનાથી મોંઘવારી ભથ્થું 50.84 ટકા થયેલું છે. તેને 51 ટકા કાઉન્ટ કરવામાં આવશે. અંદાજા મુજબ ફેબ્રુઆરીમાં આ આંકડો 51.42 પર પહોંચી શકે છે. જો કે તેનાથી બહુ વધુ ફેરફાર જોવા મળશે નહીં. મોંઘવારી ભથ્થાનો એક્ચ્યુઅલ નંબર જાણવા માટે 31 જુલાઈની રાહ જોવી પડશે. કારણ કે ત્યારે જ ખબર પડશે કે 6 મહિનાના CPI(IW) નંબરના આધારે મોંઘવારી ભથ્થું કેટલું વધ્યું. 31 જુલાઈના રોજ બહાર પડનારા આંકડા નક્કી કરશે કે મોંઘવારી ભથ્થામાં 3 ટકા, 4 ટકા કે તેનાથી વધુનો વધારો થશે. 


શૂન્ય થયું તો ક્યારથી શરૂ થશે?
એક્સપર્ટ્સ સ્પષ્ટ રીતે માને છે કે હાલ આ સ્થિતિ સ્પષ્ટ નહીં થાય કે મોંઘવારી ભથ્થું શૂન્ય કરાશે કે નહીં. જુલાઈમાં જ્યારે ફાઈનલ આંકડા આવશે ત્યારે સ્થિતિ સ્પષ્ટ થશે કે મોંઘવારી ભથ્થું શૂન્યથી શરૂ કરવું કે પછી 50 ટકાથી આગળ વધારવું. આ સમગ્ર સરકાર પર નિર્ભર હશે કે મોંઘવારી ભથ્થાનું કેલ્ક્યુલેશન કેવી રીતે અને ક્યાંથી થશે. 


9000 રૂપિયા વધશે પગાર
જો જુલાઈથી મોંઘવારી ભથ્થું 0 થઈને શરૂ થાય તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 9000 રૂપિયાનો વધારો થઈ જશે. આ વધારો સૌથી ન્યૂનતમ પગાર પર ગણતરી કરાશે. જો કોઈ કેન્દ્રીય કર્મચારીનો બેઝિક પગાર 18000 રૂપિયા હશે તો તેનો પગાર વધીને 27000 રૂપિયા થઈ જશે. આવી જ રીતે કોઈ કર્મચારીનો બેઝિક પગાર 25000 હશે તો તેના પગારમાં 12500નો વધારો થઈ જશે. આવું એટલા માટે થાય કારણ કે મોંઘવારી ભથ્થું શૂન્ય થાય તો તેને બેઝિક પગારમાં મર્જ કરી દેવાશે. જો કે છેલ્લે 1 જાન્યુઆરી 2016ના રોજ મોંઘવારી ભથ્થું શૂન્ય કરાયું હતું. તે સમયે 7માં પગાર પંચની ભલામણો લાગૂ થઈ હતી. 


Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube