દિવાળી પહેલા જ ગિફટ: આ રાજ્યના કર્મચારીઓને મળશે 7માં પગાર પંચનો લાભ
કર્મચારીઓ અને શિક્ષક 59 દિવસથી તેની માંગને લઇ ધરણા-પ્રદર્શન કરી રહ્યાં હતા. હેવ તેમને આ પ્રદર્શન બંધ કરવાનો નિર્ણય કર્યો છે
નવી દિલ્હી: થોડુ વિચારો, તહેવારની સીઝન અને એવામાં 7માં પગાર પંચનો લાભ આપવાની જાહેરતા કરવામાં આવે. એવામાં સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારના લોકો માટે કેટલી મોટી ખુશીની વાત છે. તેવી જ તક ઓડિશાના સરકારી કર્મચારીઓને મળી રહ્યો છે. ઓડિશા સરકારે તેમના કર્મચારીઓને 7માં પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી છે. ત્યાંના કર્મચારીઓ અને શિક્ષક 59 દિવસથી તેની માંગને લઇ ધરણા-પ્રદર્શન કરી રહ્યાં હતા. હેવ તેમને આ પ્રદર્શન બંધ કરવાનો નિર્ણય કર્યો છે, કેમકે રાજ્ય સરકાર તસફથી તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેમનો પગાર વધારાની માંગ માટે ટૂંક સમયમાં પ્રયાસ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ શિક્ષકો અને કર્મચારીઓએ પ્રદર્શન 30 નવેમ્બર 2018 સુધી ટાળવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના મુખ્ય સચિવે પ્રદર્શન કરી રહેલા શિક્ષકો અને કર્મચારીઓએ શનિવારે વાતચીત માટે બાલાવ્યા હતા. બેઠકમાં ઉચ્ચઅધિકારીઓએ કહ્યું હતું કે બ્લોક ગ્રાન્ટ સિસ્ટમને હટાવવા માટે દિશા-નિર્દેશમાં ફેરફાર કરશે. મુખ્ય સચિવએ કહ્યું હતું કે રાજ્યનો ન્યાય વિભાગ આ મામલે જોશે અને સંશોધન સુપ્રિમ કોર્ટમાં દાખલ કરશે. સુપ્રિમ કોર્ટમાં આ સમય દશેરાની રજાઓ ચાલી રહી છે. જે 26 ઓક્ટોબર પૂરી થશે. ત્યારબાદ રાજ્ય અપીલ કરશે. સુપ્રીમ કોર્ટના આદેશ મળ્યા બાદ રાજ્યમાં 7માં પગાર પંચની ભલામણોને લાગુ કરવાનો રસ્તો સાફ થશે. સાથે જ પેન્શન અને અન્ય સેવાઓનો પણ વિસ્તાર મોટો થશે.
સ્કૂલ-કોલેજ ટીચક એન્ડ એમ્પલોઇઝ યૂનાઇટેડ ફોરમના અધ્યક્ષ પવિત્ર મ્હાલાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારએ અમારી માંગો પર વિલંબ કર્યો છે. મુખ્ય સચિવનું આશ્વાસન મળ્યા બાદ અમે અમારી હળતાલ પૂરી કરી છે. પરંતુ રાજ્ય સરકારે અમારી સાથે છેતરપિંડી કરી તો અમે રાજ્યવ્યાપી પ્રદર્શન કરશું. ઓડીશાટીવીએ ફોરમના કન્વેનર ગોલક નાયકના અહેવાલથી કહ્યું કે બ્લોક ગ્રાન્ટ ટીચર તેમજ કર્મચારી એક જૂના નિયમને પૂરો કરવાની માંગ કરી રહ્યા છે. એવામાં એક કામનું વેતન, પૂર્ણ ભથ્થા અને ઘણી અન્ય સર્વિસ પરિસ્થિતિઓમાં સુધારો હશે.
આ શિક્ષકો તેમજ કર્મચારીઓ માટે રાજ્ય સરકારે પહેલા એક ફરમાન જારી કર્યું હતું. તેણે નો વર્ક નો પેની નીતિ અંતર્ગત કહ્યું હતું કે જો શિક્ષક તેમજ કર્મચારી ધરના પ્રદર્શન કરી રહ્યાં છે તેમનો પગાર કાપવામાં આવે. નવીન પટનાયકની આગેવાની વાળી બીજેડી સરકારે કર્મચારીઓને તેના માટે ચેતવણી આપી હતી.