નવી દિલ્હી: 7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર (7th Pay Commission Latest News) છે. સરકારે તાજેતરમાં સરકારી કર્મચારીઓની પેન્શન સંબંધિત નિયમોમાં ફેરફાર (Pension Rule Change) કર્યા છે, જે અંતર્ગત હવે કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવાર અને તેના આશ્રિતોને મદદ મળશે. આ અંતર્ગત પેન્શનના 50 ટકા નાણાં આશ્રિતોને આપવામાં આવશે. ચાલો જાણીએ આ મહત્વપૂર્ણ પરિવર્તન વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આશ્રિતોને મળશે લાભ
નવા નિયમ મુજબ સરકારી કર્મચારીના આશ્રિતો માટેની પેન્શન માટેની 7 વર્ષની સેવાની શરત નાબૂદ કરવામાં આવી છે. હવે જો કોઈ કર્મચારી 7 વર્ષની સેવા પૂર્ણ થતાં પહેલાં મૃત્યુ પામે છે, તો પેન્શનના 50% નાણાં કર્મચારીના પરિવારને આપવામાં આવશે. એટલે કે, હવે સરકારી કર્મચારીના મૃત્યુ પછી મળેલ પેન્શનની શરતો નાબૂદ થઈ ગઈ છે. અગાઉ ઘણા કિસ્સાઓમાં, આ સ્થિતિને કારણે, પરિવારના સભ્યોને પેન્શનનો લાભ મળી શક્યો ન હતો.


આ પણ વાંચો:- Gold Price: સોનાના ભાવમાં સતત પાંચમાં દિવસે ઘટાડો, રેકોર્ડ કિંમતથી 8300 રૂપિયા સસ્તું થયું સોનું


સરકારે વધાર્યું મોંઘવારી ભથ્થું
લાંબા વિલંબ બાદ કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું (Dearness Allowance, DA) વધાર્યું છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થાને (Dearness Allowance, DA) ફરીથી સ્થાપિત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (Dearness Allowance, DA) અને મોંઘવારી રાહતને (Dearness Relief, DR) 17 ટકાની હાલના દરથી વધારીને 28 ટકા કરવામાં આવ્યું છે. આ નવા દરો 1 જુલાઈ, 2021 થી લાગુ થશે.


આ પણ વાંચો:- Labor Code Rules: ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સારા સમાચાર, 15,000 થી વધી 21,000 થઈ શકે છે બેસિક સેલેરી


કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને લાભ
નાણાં મંત્રાલયે એપ્રિલ 2020 માં કોરોના સંકટને લીધે કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનરો માટેના મોંઘવારી ભથ્થામાં વધારો રોકવાનો નિર્ણય લીધો હતો. 30 જૂન 2021 સુધી તેમને ડી.એ.નો લાભ મળ્યો નથી. હવે સરકારના આ પગલાથી લગભગ 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને લાભ થશે. તેનાથી સરકારના ખર્ચમાં લગભગ 34,401 કરોડનો વધારો થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube