નવી દિલ્હીઃ Alert for Pensioners: આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર કેન્દ્ર સરકાર પેન્શનર્સ માટે એક ખુશખબરી લઈને આવી છે. જો તમે કેન્દ્ર સરકાર તરફથી પેન્શનના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (Dearness Allowance) બાદ હવે ગૃહ મંત્રાલયે  (Home Ministry) સરકારી સેવાથી અલગ પેન્શનર્સના મોંઘવારી રાહત (Dearness Relief) વધારવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 થી 26 ટકા થયું DR
મહત્વનું છે કે કોરોના મહામારી (Corona Pandemic) ને કારણે પેન્શનર્સને અપાતી મોંઘવારી રાહતમાં વધારા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. હાલના સમયમાં પેન્શનર્સને 15 ટકા મોંઘવારી રાહત આપવામાં આવે છે. ભારત સરકારમાં ડાયરેક્ટર મીનૂ બત્રાના આદેશ પ્રમાણે સેન્ટ્રલ ફ્રીડમ ફાઇટર્સ પેન્શનર્સ  ( central freedom fighter pensioners), તેમના આશ્રિત કે તેની પુત્રીઓને મોંઘવારી રાહતને 15 ટકાથી વધારી 26 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


મંથલી પેન્શનમાં 7800 રૂપિયાનો વધારો
મહત્વનું છે કે મોંઘવારી રાહત દરેક કેટેગરીના પેન્શનર્સ પર લાગૂ થશે. એટલે કે હવે દરેક પેન્શનરને મંથલી પેન્શનમાં આશરે 7800 રૂપિયાનો વધારો થયો છે. 1 જુલાઈ 2021થી આ વધારો લાગૂ છે. સ્વતંત્રતા દિવસ પર કેન્દ્રીય પેન્શનર્સ માટે આ જાહેરાત કોઈ ખુશી કરતા ઓછી નથી. 


આ પણ વાંચોઃ મોટા સમાચાર! RBI એ આ બેંકના લાયસન્સ કર્યા રદ, જાણો હવે શું થશે ખાતેદારના પૈસાનું?


પેન્શનરોની શ્રેણી
પેન્શનરોની શ્રેણીમાં, આંદામાનના ભૂતપૂર્વ રાજકીય કેદીઓ, પતિ, પત્ની, બ્રિટિશ ભારતની બહાર ભોગ બનનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ/પત્ની, INA સહિત અન્ય સ્વાતંત્ર્ય સેનાની જીવનસાથીઓ. તેમનું પેન્શન 30,000 રૂપિયાથી વધીને 37800 રૂપિયા પ્રતિ માસ, 28000 રૂપિયાથી વધીને 35280 રૂપિયા પ્રતિ મહિના અને 26000 રૂપિયાથી વધીને 32760 રૂપિયા પ્રતિ માસ થઈ ગયું છે.


આ સિવાય, પેન્શનરોના આશ્રિતોનું પેન્શન, જે 13000 રૂપિયા પ્રતિ માસથી 15000 રૂપિયા પ્રતિ માસ હતું, તે 16380 રૂપિયા પ્રતિ માસથી વધીને 18900 રૂપિયા પ્રતિ માસ થયું છે. આ સિવાય, ઓર્ડરમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સેન્ટ્રલ સન્માન પેન્શનમાં ટીડીએસ લેવામાં આવતો નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube