Gratuity નિયમમાં થયો મોટો ફેરફાર, Retirement પર હવે આ રીતે મળશે ફાયદો, જાણો વિગત
Gratuity Calculation: કેન્દ્રીય કર્મચારીઓની ગ્રેચ્યુઈટી હવે નવા નિયમોના આધારે નક્કી થશે. તેમાં કેટલાક ખાસ કેટેગરીવાળા કર્મચારી સામેલ થશે. આ માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના Gratuity કેલકુલેટ કરવાના નિયમમાં ફેરફાર કર્યો છે. હવે આ નિયમોના આધાર પર કેન્દ્રીય કર્મચારીઓને નિવૃતિ પર Gratuity મળશે. તેની હેઠળ કેન્દ્ર સરકારના બધા કર્મચારી, Defence Services માં કામ કરનાર સિવિલ ગવર્નમેન્ટ સર્વન્ટ આવશે જે 1 જાન્યુઆરી 2004થી સરકારી સેવામાં છે.
હાવમાં નોટિફાઈ કરેલા Central Civil Services (Payment of Gratuity under National Pension System) Rules, 2021 પ્રમાણે Gratuity ને લઈને કરવામાં આવેલ કોઈ ક્લેમ હવે આ નિયમોને માનીને મળશે. આ નિયમ પ્રમાણે કોઈપણ સરકારી કર્મચારી જે દિવસે નિવૃત થઈ રહ્યો હોય કે રાજીનામુ કરી રહ્યો હોય, તે તેનો છેલ્લો કાર્ય દિવસ હશે. આ સિવાય જો કોઈ સરકારી કર્મચારીનું મોત થાય તો તે દિવસ તેનો છેલ્લો કાર્ય દિવસ માનવામાં આવશે.
ક્યારે મળે શે Gratuity
જ્યારે કોઈ સરકારી કર્મચારી 5 વર્ષની ક્વાલિફાઇંગ સર્વિસ પૂરી કરી લે તો તેને નિવૃતિ ગ્રેચ્યુઈટીનો ફાયદો મળે છે.
નિવૃતિની ઉંમરમાં સેવાનિવૃત્તિ મળી છે.
સેવાનિવૃત્તિની ઉંમપ પહેલા નિવૃત્તિ લીધી હોય કે લેવાની હોય.
જો વિભાગમાં તેને Surplus દેખાડી દેવામાં આવે અને તે Special Voluntary Retirement Scheme લઈને નિવૃત થઈ જાય.
જો કોઈ કર્મચારીને કેન્દ્ર સરકારની કોઈ કંપની કે કોર્પોરેશનમાં જવાની મંજૂરી મળી જાય.
આ પણ વાંચોઃ 'હું ધારકને 100 રૂપિયા આપવાનું વચન આપું છું' ચલણી નોટ પર આવું કેમ લખેલું હોય છે? જાણો
Gratuity Calculation
આ કેસોમાં કર્મચારીના પગારનો એક ચતુર્થાંશ નિવૃત્તિ ગ્રેચ્યુઇટી હશે. તે સેવા પૂર્ણ થયા બાદ દર 6 મહિને કરવામાં આવશે. મહત્તમ સાડા 16 ગણી રહેશે. અહીં સેલેરીનો મતલબ બેસિક પે છે, જે સરકારી કર્મચારીને તેનની નિવૃતિના તત્કાલ બાદ મળવા લાગે છે. ડોક્ટરોના મામલામાં Emoluments માં non-practising allowance ને પણ જોડવામાં આવે છે. આ એલાઇન્સ તેને private Practice ના નામ પર મળે છે.
Qualifying service નો અર્થ
Qualifying service નો મતલબ છે કે જ્યારે કર્મચારી કામ શરૂ કરે છે, તે દિવસથી તેની સર્વિસ ચાલુ થઈ જાય છે. પછી ભલે તેણે તે પોસ્ટ પર officiating કે ટેમ્પરરી બેસિસ પર કામ શરૂ કર્યું હોય. અહીં તે જોવામાં આવશે કે officiating or temporary service માં અપોઈન્ટમેન્ટ થવા સુધી કોઈ બ્રેક ન હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube