નવી દિલ્હી: સાતામાં પગાર પંચને લાગુ કરવાની રાહ તમામ કર્મચારીઓ જોઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સતત દાવા કરવામાં આવી રહ્યા છે, કે કેન્દ્રીય કર્મચારીઓે નવા વર્ષમાં પગાર વધારાનો લાભ મળી શકે છે. પરંતુ સેલરી કેટલી વધશે તે અંગે કોઇ પણ પ્રકારો નિર્ણય લેવામાં આવ્યો નથી. સાથે જ કર્મચારીઓ પણ એ પ્રકારની આશા રાખી રહ્યા છે, કે તેમની માંગને વહેલી તકે સ્વિકારી લેવામાં આવે. કારણ કે આવતા વર્ષની શરૂઆતમાં ચૂંટણી હોવાથી કેન્દ્ર સરકાર આ અંગે કોઇ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. માટે કેન્દ્રના કર્મચારીઓને વહેલી તકે સાંતમાં પગારપંચનો લાભ મળી જાય તેવી શક્યાતાઓ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાની ચૂંટણી 2019ને ધ્યાને રાખીને સરકાર પણ ફૂકી ફૂકીને પગલા ભરી રહી છે. સરકાર લોકોસભા ચૂંટણી પહેલા કેન્દ્રના કર્માચારીઓના બેસિક પગારમાં વધારો કરી શકે છે. પરંતુ, સેલરીમાં કેટલો વધારો કરવો તેં સ્પષ્ટતા કરવામાં આવી નથી, નાણાંમંત્રાલના એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો છે, કે સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં પણ વધારો કરી શકે છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય કર્મચારીઓના બેસિકમાં 3000 સુધીનો વધારો કરવામાં આવી શકે છે. ફિટમેન્ટ ફેક્ટરમાં 2.51 ઘણાથી વધીને 3 ધણુ થઇ શકે છે. પણ તેમાણ પણ વઘારો કરીને 3.68 ધણું કરવાની કર્મચારીઓ દ્વારા માંગ કરવમાં આવી રહી છે. 


જો ફિટમેન્ટ ફેક્ટરમાં 3 ગણો વધારો કરવામાં આવે તો, કર્મચારીઓના બેસિક પે 18000થી વધીને 21000 રૂપિયા થઇ શકે છે. 7માં પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના ન્યૂનતમ વેતન 18 હજાર રૂપિયાની ભલામણ કરવામાં આવી હતી, જ્યારે કર્મચારીઓ તેને વધારીને 26 હજાર રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે. 


26 જાન્યુઆરીએ જાહેર થવાની શક્યતા 
કેન્દ્ર સરકારે વેતન વધારાની જાહેરાત ક્યારે કરશે. પરંતુ તે અંગે પણ વિચારણા ચાલી રહી છે. કેટલીય વાર પહેલાથી જ કેન્દ્રીય કર્મચારીઓને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. આશા રાખવામાં આવી રહી છે, કે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય કર્મચારીઓને ખુશ કરી શકે છે. 


 
એરિયરનો નહિં મળે ફાયદો 

સૂત્રો માને છે, કે સાતમાં પગાર પંચનો ફાયદા અંતર્ગત વધેલો પગાર અને ફિટમેન્ટ ફેક્ટર જો લાગૂ કરવામાં આવે છે. તે કર્મચારીઓને એરિયારના કોઇ પણ પ્રકારના ફાયદાઓ મળશે નહિ. અમુક મીડિયા રિપોર્ટ્સમાં એ માહિતી પણ આપવામાં આવી રહી છે, કે સરકાર એરિયર આપવાના મૂડમાં નથી, સરકારના આર્થિક સલાહકારોએ વેતનમાં વૃદ્ધિથી વધારે નુકશાન થવાની વાત કરી હતી