7th Pay Commission: આખરે કેન્દ્રીય કર્મચારીઓની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. હવે કર્મચારીઓના પગારમાં 40 હજાર રૂપિયા સુધીનો વધારો થશે. આજે તે સ્પષ્ટ થઈ જશે કે કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થશે. સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની છે. એઆઇસીપીઆઇના અત્યાર સુધીના આંકડા અનુસાર 5 ટકા ડીએ વધારા પરથી પરદો ઉઠી ચુક્યો છે. પરંતુ આજે મે મહિનાના એઆઇસીપીઆઇ મોંઘવારી આંકડા આવવાના છે, જો આ અંકડા વધે છે તો સરકાર કર્મચારીઓના ભથ્થામાં 6 ટકા વધારાની જાહેરાત કરી શકે છે. આવો જાણીએ કેટલો વધશે તમારો પગાર?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલું વધશે મોંઘવારી ભથ્થું?
ડીએમાં વધારો એઆઇસીપીઆઇના આંકડા પર આધાર રાખે છે. એઆઇસીપીઆઇ ઇન્ડેક્સમાં માર્ચ અને એપ્રિલ 2022 માં ઉછાળો જોવા મળ્યો હતો જેના કારણે 5 ટકા મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે. એટલે કે હવે કર્મચારીઓનો ડીએ 34 ટકાથી વધીને 39 ટકા થઈ જશે. પરંતુ આજે મે મહિનાના આંકડા આવ્યા બાદ કર્મચારીઓના ડીએમાં 6 ટકા વધવાના ચાન્સ પણ દેખાઈ રહ્યા છે.


જાણો શું છે એઆઇસીપીઆઇ ઇન્ડેક્સ
આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે એઆઇસીપીઆઇ ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ એઆઇસીપીઆઇના આંકડામાં વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરીમાં 125.1, ફેબ્રુઆરીમાં 125 અને માર્ચમાં એક પોઇન્ટ વધી 126 પર આવી ગયો હતો. હવે એપ્રિલના આંકડા સામે આવ્યા છે એપ્રિલના આંકડા અનુસાર એઆઇસીપીઆઇ ઇન્ડેક્સ 127.7 પર આવી ગયો છે. તેમાં 1.35 ટકાનો વધારો થયો છે. હવે મે મહિનાના આંકડા સામે આવવાના છે. જો મે મહિનામાં પણ આ આંકડામાં વધારો થાય છે તો ડીએમાં 6 ટકાનો વધારો થઈ શકે છે.


કેટલો વધશે પગાર?
જો સરકાર 6 ટકા ડીએ વધારે છે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ 34 ટકાથી 40 ટકા થઈ જશે. આવો જાણીએ મહત્તમ અને લઘુત્તમ બેઝિક પગારમાં કેટલો વધારો થશે.


મહત્તમ બેઝિક પગાર પર કેલક્યુલેશન


1. કર્મચારીનો બેઝિક પગાર 56,900 રૂપિયા
2. નવું મોંઘવારી ભથ્થું (40 ટકા) 22,760 રૂપિયા/ મહિનો
3. અત્યાર સુધીનું મોંઘવારી ભથ્થું (34 ટકા) 19,346 રૂપિયા/ મહિનો
4. કેટલું મોંધવારી ભથ્થું વધ્યું 22,760 - 19,346 = 3,414 રૂપિયા/ મહિનો
5. વાર્ષિક પગારમાં વધારો 3,414 X 12 = 40,968 રૂપિયા

લઘુત્તમ બેઝિક પગાર પર કેલક્યુલેશન


1. કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા
2. નવું મોંઘવારી ભથ્થું (40 ટકા) 7,200 રૂપિયા/ મહિનો
3. અત્યાર સુધીનું મોંઘવારી ભથ્થું (34 ટકા) 6,120 રૂપિયા/ મહિનો
4. કેટલું મોંધવારી ભથ્થું વધ્યું 7,200 - 6,120 = 1,080 રૂપિયા/ મહિનો
5. વાર્ષિક પગારમાં વધારો 1,080 X 12 = 12,960 રૂપિયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube