7th Pay commission latest news today: કેન્દ્રીય કર્મચારીઓની લાંબી રાહ આખરે પૂરી થઈ. આજે સાંજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ડીએ વધારાની જાહેરાત કરવામાં આવશે. PM મોદીની અધ્યક્ષતામાં આજે કર્મચારીઓ માટે 4% મોંઘવારી ભથ્થાને મંજૂરી આપવામાં આવશે. બુધવારે કેબિનેટની કોઈ બેઠક નહોતી. આજે કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેર્સ (CCEA)ની બેઠક છે. સાંજે 6:30 કલાકે જાહેરાત થવાની છે. આ વખતે મોદી સરકાર તરફથી મોંઘવારી ભથ્થામાં (Dearness allowance) 4%નો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થું હવે વધીને કુલ 42% થઈ ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4% DA વધારો જાન્યુઆરી 2023 થી લાગુ થશે
તમને જણાવી દઈએ કે, AICPI-IW ડેટાના આધારે કર્મચારીઓને મોંઘવારી ગણીને ભથ્થું આપવામાં આવે છે. તે દર 6 મહિને સુધારવામાં આવે છે. જાન્યુઆરી માટે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો થયો છે. જાન્યુઆરીથી જ તેનો અમલ કરવામાં આવશે. જાન્યુઆરી પહેલા મોંઘવારી ભથ્થું 38 ટકાના દરે મળતું હતું. માર્ચમાં તેની જાહેરાતને કારણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના એરિયર્સ પણ આપવામાં આવશે.


આ પણ વાંચો: How To Make Papaya Halwa: પપૈયાનો હલવો ખાવાથી પેટની સમસ્યાથી મળશે છુટકારો
આ પણ વાંચો: Lucky Moles: શરીરના આ ભાગમાં તલવાળા બની જાય છે કરોડપતિ, રાજાઓ જેવું જીવે છે જીવન
આ પણ વાંચો: નાક બંધ હોવાથી શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ, તાત્કાલિક રાહત માટે આ 3 પોઈન્ટ દબાવો


માર્ચના પગારમાં પૈસા આવશે
કેબિનેટમાં મોંઘવારી ભથ્થાના આંકડાઓની સમીક્ષા કરવામાં આવશે. સાંજે ઔપચારિક મંજૂરીની જાહેરાત કરવામાં આવશે. તે વધારીને 42% કરવામાં આવશે. કેબિનેટની મંજુરી બાદ નાણા મંત્રાલય તેને ટૂંક સમયમાં જ સૂચિત કરશે. નોટિફિકેશન જારી થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવશે. માર્ચના પગારમાં નવું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે તે નિશ્ચિત છે.


બે મહિનાનું ડીએ એરિયર્સ મળશે
જ્યારે નાણા મંત્રાલય મોંઘવારી ભથ્થામાં વધારાની સૂચના આપે છે, ત્યારે ચુકવણી શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે તે માર્ચના પગારમાં ચૂકવવામાં આવશે. પરંતુ, 4% ના વધારા સાથે, મોંઘવારી ભથ્થું (DA) જાન્યુઆરી 2023 થી લાગુ ગણવામાં આવશે. આ સ્થિતિમાં કર્મચારીઓને 2 મહિનાનું ડીએ એરિયર મળશે. પે બેન્ડ 3 માં કુલ વધારો દર મહિને 720 રૂપિયા થવાનો છે. એટલે કે તેમને જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે 720X2=1440 રૂપિયાનું એરિયર્સ પણ મળશે. આ વધારો મૂળ પગાર પર હશે.


મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કેવી રીતે નક્કી કરવામાં આવ્યો?
લેબર બ્યુરો દર મહિને કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ગણતરી કરે છે. આ માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI-IW)ના આધારે ગણતરી કરવામાં આવે છે. લેબર બ્યુરો એ શ્રમ મંત્રાલયનો ભાગ છે. ગયા વર્ષે જુલાઈ 2022માં 4%નો ડીએ વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર 4% વધારો કરવામાં આવ્યો છે. 31 જાન્યુઆરી, 2023ના રોજ જાહેર કરાયેલા CPI-IW ડેટા પરથી નક્કી કરવામાં આવ્યું હતું કે મોંઘવારી ભથ્થામાં 4.23%નો વધારો થશે. પરંતુ, તે રાઉન્ડ ફિગરમાં કરવામાં આવે છે, તેથી તે 4% છે.


પેન્શનરોને પણ મોટી ભેટ
7મા પગારપંચ હેઠળ સરકારે દેશના લાખો પેન્શનધારકોને ભેટ પણ આપી છે. ડીએ વધારાની સાથે, મોંઘવારી રાહત (ડીઆર હાઇક) પણ 4% વધી છે. એટલે કે પેન્શનરોને પણ 42%ના દરે મોંઘવારી રાહત આપવામાં આવશે. એકંદરે, મોદી સરકારે 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ અને પેન્શનરોના પૈસામાં વધારો કર્યો છે.


આ પણ વાંચો: Gold Rate Today : સોના-ચાંદીના ભાવ ફરી આસમાને, 10 ગ્રામ સોનાના ભાવ બજેટની બહાર
આ પણ વાંચો: Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો
આ પણ વાંચો: PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube