7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! 1 જુલાઈથી પગાર વધીને આવશે, જાણો કેટલો થશે ફાયદો
જ્યારથી કેન્દ્ર સરકારે પોતાના લગભગ 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓનું DA ( Dearness Allowance) ફરીથી બહાલ કરવાની જાહેરાત કરી છે, ત્યારથી કેન્દ્રના કર્મચારીઓ એ વાતને લઈને ભ્રમની સ્થિતિમાં છે કે આ ફેરફાર તેમની સેલરીને આખરે કઈ રીતે પ્રભાવિત કરશે.
નવી દિલ્હી: જ્યારથી કેન્દ્ર સરકારે પોતાના લગભગ 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓનું DA ( Dearness Allowance) ફરીથી બહાલ કરવાની જાહેરાત કરી છે, ત્યારથી કેન્દ્રના કર્મચારીઓ એ વાતને લઈને ભ્રમની સ્થિતિમાં છે કે આ ફેરફાર તેમની સેલરીને આખરે કઈ રીતે પ્રભાવિત કરશે. જો કે એ તો નક્કી છે કે કેન્દ્રીય કર્મચારીઓની સેલરી વધી રહી છે પરંતુ એક જુલાઈથી તેમને કયા પ્રકારનો ફાયદો થવાનો છો અમે તમને જણાવીએ.
આ રીતે વધશે સેલરી
સરકાર પહેલેથી એ જાહેરાત કરી ચૂકી છે કે બેનિફિટ્સ કર્મચારીઓને 1 જુલાઈ 2021થી આપવામાં આવશે. ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ ( Dearness Allowance) 17 ટકાથી વધીને 28 ટકા થઈ જશે જેમાં 3 ટકા અને એક્સપેક્ટેડ 4 ટકાનો વધારો સામેલ છે. ડીએનો આ વધારો 1 જાન્યુઆરી 2021થી બાકી છે
7th pay commission ના નિયમો મુજબ કર્મચારીઓની બેઝિક સેલરીને ફિટમેન્ટ ફેક્ટરથી મલ્ટીપ્લાય કરવામાં આવે છે. આ ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકા છે. તેનાથી સરકારી કર્મચારીઓનો માસિક પગાર વધી જાય છે. જો કે તેમા અલાઉન્સ સામેલ હોતું નથી.
પીએએફ અને ગ્રેચ્યુઈટીના કન્ટ્રીબ્યુશનમાં ફેરફાર
સેલરી બ્રેકઅપના સેગમેન્ટમાં મોંઘવારી ભથ્થુ (DA), યાત્રા ભથ્થુ (TA), ઘરભાડા ભથ્થુ (HRA), મેડિકલ રિએમ્બેસમેન્ટ વગેરે સામેલ છે. આ પગારમાં પેન્ડિંગ બાકી લેણા સાથે ડીએ બાદ યાત્રા ભથ્થુ (TA) હજુ વધશે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાની સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મંથલી પ્રોવિડન્ડ ફંડ (પીએફ) અને ગ્રેચ્યુઈટી કંટ્રીબ્યુશનમાં પણ ફેરફાર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube