7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ તરફથી લાંબા સમયથી ફિટેમેન્ટ ફેક્ટર વધારવાની માંગણી થઈ રહી છે. આમ જોતા કર્મચારીઓ માટે હવે મોટી ખુશખબરી આવવાની છે. જો તમે કે તમારા પરિવારમાંથી કોઈ પણ કેન્દ્રીય કર્મચારી છે તો તેમના માટે આ ખુશખબરથી ઓછું નહીં હોય. ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર થતા જ સેલેરી સ્ટ્રક્ચરમાં મોટો ફેરફાર થશે. ઝી મીડિયાને સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે આગામી વર્ષે સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો ફેરફાર થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલો થશે મિનિમમ સેલેરી
કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલ 38 ટકા મોંઘવારી ભથ્થું મળે છે. સરકાર તરફથી ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર કરવાનો વિચાર ચાલી રહ્યો છે. જેના આધારી કર્મચારીઓનો મિનિમમ પગર નક્કી થાય છે. હાલ કર્મચારીઓનો મિનિમમ પગાર 18 હજાર રૂપિયા છે. જેના પર નિર્ણય લેવાય તો તે વધીને 26000 રૂપિયા થઈ જશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર આગામી વર્ષે રજૂ થનારા બજેટમાં તેનો નિર્ણય લઈ શકે છે. 


3.68 ગણું કરાશે ફિટમેન્ટ ફેક્ટર!
જો તેના પર સહમતિ બની તો 52 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓની બેઝિક સેલેરીમાં ફિટમેન્ટ ફેક્ટર હેઠળ વધારો કરાશે. સરકારી કર્મચારીઓ લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગણી કરી રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓને 2.57 ટકા પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટર અપાઈ રહ્યું છે. જેને વધારીને 3.68 ગણું કરવામાં આવી શકે છે. તેને 2.57 થી વધારીને 3.68 કરવામાં આવશે તો બેઝિક સેલેરી 18 હજાર રૂપિયાથી વધારીને 26 હજાર રૂપિયા થઈ જશે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube