નવી દિલ્હી: 7th Pay Commission: 1 એપ્રિલ 2021થી નવો પે કોડ બિલ (new wage code) લાગૂ થયા બાદ સરકાર અને પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓની સેલરી વધી જશે. મંથલી પ્રોવિડેંટ ફંડ (PF) અને ગ્રેજ્યુટી યોગદાન પણ 1 એપ્રિલથી બદલાઇ જશે. કારણ કે સરકારે જોગવાઇ કરી દીધી છે કે કર્મચારીની બેસિક સેલરી તેના માસિક CTC ના 50 ટકા હોવી જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેનો અર્થ એ છે કે નવો પે કોડ બિલ (new wage code) 1 એપ્રિલથી લાગૂ થશે, તો તમારી બેસિક સેલરી તમારા કુલ વેતનની 50 ટકા અથવા તેનાથી વધુ હશે, એટલે કે તમને મળનાર ભથ્થા તમારી સેલરીના 50 ટકાથી વધુ હોઇ શકશે નહી. તેની અસર તમારી મંથલી સેલરી પર પડશે જે તમારા હાથમાં આવે છે, એટલે કે તમારી Take Home Salary ઓછી થઇ જશે. પરંતુ PF અને ગ્રેજ્યુટીનું યોગદાન વધી જશે જેથી લાંબાગાળે તમારી પાસે વધુ રકમ આવશે. 

120 km માઇલેજ આપનાર ETRYST 350 ઓગસ્ટમાં થશે લોન્ચ, કિંમત બુલેટ કરતાં પણ ઓછી


8 ફેબ્રુઆરીના રોજ શ્રમ અને રોજગાર સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું કે મંત્રાલ્ય ખૂબ જલદી જ ચાર કોડને લાગૂ કરશે. તેમણે જણાવ્યું કે આ નિયમોને બનાવતી વખતે તમામ સંબંધિત વાતો કરવામાં આવી હતી. 


શ્રમ મંત્રાલય લાગૂ કરશે આ ચાર કોડ
1. Code on Wages
2. Industrial Relations
3. Occupational Safety
4. Health and Working Conditions and Social Security Codes


તમને જણાવી દઇએ કે સરકારે અત્યાર સુધી નવા વેજ કોડને લાગૂ કરવાની તારીખની જાહેરાત કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેને 1 એપ્રિલ 2021થી લાગૂ કરવામાં આવશે. 

જૂનાગઢની હોટલમાં સિંહ જોવા મળી જાય તો નવાઇ નહી, વિશ્વાસ ન થતો તો જોઇ લો Video


DA માં વધારાની જાહેરાત થશે જલદી
આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર જલદી જ પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં વધારાની જાહેરાત કરી શકે છે. નાણા મંત્રાલય પહેલાં જ કહી ચૂકી છે કે કેંદ્રીય કર્મચારીની પેંશન અથવા બેસિક સેલરીને ધ્યાનમાં રાખતાં DA ની જાહેરાત કરવામાં આવશે. DA અને DR (Dearness Relief) પર હજુ 12,510 કરોડ વાર્ષિક ખર્ચ છે, પરંતુ વધારા બાદ તેને 14,595 કરોડ રૂપિયા વાર્ષિક પહોંચવાની સંભાવના છે. 


બીજી તરફ પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે LTC ને કોરોના સંકટને જોતાં ટેક્સ છૂટના દાયરામાં રાખવામાં આવ્યો છે. સરકારને લાગે છે કે તેનાથી સરકારી કર્મચારીઓના હાથમાં વદુહ પૈસા આવશે. તેનાથી ઇકોનોમીને પણ ફાયદો થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube